Because Of Ajay Devagan Tabbu Is Still Single
  • Home
  • Entertainment
  • Bollywood
  • 14 વર્ષની ઉંમરે બોલીવુડમાં દુષ્કર્મ પીડિતા બની હતી તબ્બૂ, આ એક્ટરનાં કારણે છે કુંવારી

14 વર્ષની ઉંમરે બોલીવુડમાં દુષ્કર્મ પીડિતા બની હતી તબ્બૂ, આ એક્ટરનાં કારણે છે કુંવારી

 | 11:42 am IST

બોલીવુડની જાણતી હીરોઇન તબ્બૂ આજે પોતાનો 47મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. તબ્બૂ બોલીવુડમાં ઘણી જ એક્ટિવ છે. તબ્બૂની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘અંધાધુન’ 94 કરોડથી પણ વધારે કમાણી કરી ચુકી છે. હંમેશાની જેમ આ ફિલ્મમાં પણ તબ્બૂની એક્ટિંગનાં વખાણ કરવામાં આવ્યા હતા. 2વાર નેશનલ એવોર્ડ જીતી ચુકેલી તબ્બુની સુંદરતાને જોઇને કોઈ એવું ના કહી શકે કે તેની ઉંમર 47 વર્ષ હશે.

‘હમ નૌજવાન’ ફિલ્મથી કર્યું હતુ ડેબ્યૂ

1980થી બોલીવુડમાં કામ કરી રહેલી તબ્બૂએ પોતાના કેરિયરમાં વિવિધ પાત્રો નિભાવ્યા છે. ફિલ્મી બેકગ્રાઉન્ડથી હોવાના કારણે તબ્બૂને ફિલ્મો તરફ લગાવ હતો. આ કારણે જ ઘણી નાની ઉંમરમાં તેણે ફિલ્મોમાં એન્ટ્રી કરી લીધી હતી. દેવ આનંદે તબ્બૂને તેમની ફિલ્મ ‘હમ નૌજવાન’માં તક આપી હતી. એ વખતે તબ્બૂ ફક્ત 14 વર્ષની હતી અને તેણે તે સમયે દુષ્કર્મ પીડિતાનું પાત્ર નિભાવ્યું હતુ. આ પાત્ર દ્વારા તબ્બૂએ લોકોનાં દિલ જીતી લીધા હતા. તબ્બૂ અત્યારે પણ કુંવારી છે. લગ્ન કરવાનો તેનો કોઇ જ ઇરાદો નથી.

અજય દેવગણનાં કારણે નથી થઈ શક્યા લગ્ન

થોડાક સમય પહેલા તબ્બૂએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના સિંગલ હોવાનું કારણ જણાવ્યું હતુ. તેણે કહ્યું કે, “હું ફક્ત અજય દેવગણનાં કારણે સિંગલ છું. મારો કઝીન સમીર આર્યા અને અજય પાડોશી હતા. આ બંને મારી પર નજર રાખતા હતા અને ફૉલો કરતા હતા. જો કોઈ છોકરો મારી આસપાસ પણ જોવા મળતો તો તેઓ તેને મારતા. આ કારણે હું અત્યાર સુધી સિંગલ છું અને આનું કારણ ફક્ત અજય છે.”

ઘણો જ પ્રોટેક્ટિવ છે અજય: તબ્બૂ

વધુમાં તબ્બૂએ કહ્યું હતુ કે, “હું તેને કહેતી હતી કે મારા માટે લગ્ન કરવા લાયક છોકરો શોધી આપ, પરંતુ તેણે ના શોધ્યો. મને આશા છે કે તેને હવે આ વાતનો અફસોસ જરૂર હશે. મારો અને અજયનો સંબંધ એટલે મજબૂત છે કારણ કે અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અજય ઘણો જ પ્રોટેક્ટિવ છે. જ્યારે તે આસપાસ હોય છે ત્યારે કોઇપણ માણસ સ્ટ્રેસ ફ્રી થઈ જાય છે. અમારો સંબંધ ઘણો જ અલગ છે.”