china great famine true story when millions of people were death
  • Home
  • Featured
  • તીડના કારણે ચીનમાં મરી ગયા કરોડો લોકો, ઈતિહાસની સૌથી ખરાબ ઘટનામાં નોંધ લેવાઈ!

તીડના કારણે ચીનમાં મરી ગયા કરોડો લોકો, ઈતિહાસની સૌથી ખરાબ ઘટનામાં નોંધ લેવાઈ!

 | 5:10 pm IST

ભારતમાં હાલમાં તીડનો આતંક છે એ બધા જાણે છે. પરંતુ પડોશી દેશ ચીનમાં આ તીડોને લીધે કરોડો લોકો માર્યા ગયા હતા. આ ઘટના લગભગ 60 વર્ષ પહેલાંની છે. 1958માં ચીનમાં સત્તા પર રહેલા માઓ જેડોન્ગ (માઓ ત્સે-તુંગ) એ ‘ફોર પેસ્ટ કેમ્પેઈન’ નામનું અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના ભાગ રૂપે, તેમણે ચાર જીવો (મચ્છર, માખી, ઉંદર અને ગૌરેયા ચકલી)ની હત્યા કરવાનો આદેશ આપ્યો. તેઓએ કહ્યું કે- આ જીવજંતુ પાકનો વિનાશ કરે છે, જેના કારણે ખેડૂતોની બધી મહેનત પર પાણી ફરી વળે છે.

પરંતુ આ બધાને શોધવા એ મુશ્કેલ કાર્ય છે, કારણ કે તેઓ સરળતાથી ક્યાંય પણ છુપાય જાય છે. જો કે ચકલી હંમેશા માણસોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તે આ અભિયાનની જાળમાં ફસાઈ ગઈ. સમગ્ર ચીનમાં ચકલીનો શિકાર થવા લાગ્યો અને મરવા લાગી. લોકો જ્યાં પણ ચકલી જોતાં કે તરત જ તેને મારી નાખતા હતા. સૌથી અગત્યની વાત તો એ છે કે આના માટે લોકોને ઈનામ પણ મળતું હતું.

હવે મોટી સંખ્યામાં ચકલીને મારવાનું પરિણામ એ આવ્યું કે ચાઇનામાં થોડા મહિનામાં ઝડપથી સંખ્યા ઘટી ગઈ હતી અને તેનાથી વિપરીત પાકનો બગાડ ઘટવાને બદલે વધ્યો હતો. જો કે 1960માં ચીનના પ્રખ્યાત પક્ષીવિદ શો-ચેંગ ચેંગે માઓ જેડોંગને કહ્યું હતું કે, ચકલી પાકનો વ્યય ઓછો કરે છે, પરંતુ જંતુઓ (તીડ)ને પણ ખાય છે કે જેનાથી અનાજને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.

શો-શિન ચેંગની સલાહ પર માઓએ તાત્કાલિક અસરથી ચકલીને મારી નાખવાનો આદેશ રોકી નાંખ્યા અને તેની જગ્યાએ અનાજ ખાતી જીવાતો તીડને મારી નાખવાનો આદેશ આપ્યો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ચકલીની ગેરહાજરીમાં તીડની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. જેના પરિણામે તમામ પાકનો નાશ થયો હતો. આને કારણે ચીનમાં ભયંકર દુકાળ પડ્યો અને મોટી સંખ્યામાં લોકો ભૂખમરા હેઠળ આવી ગયા.એવું માનવામાં આવે છે કે આ ભૂખથી લગભગ 1.50 કરોડ લોકો મરી ગયા. કેટલાક આંકડા એ પણ બતાવે છે કે 1.50–4.50 કરોડ લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા છે. તે ચીનના ઇતિહાસમાં સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન