સફળ રેકી ચિકિત્સક બનો - Sandesh

સફળ રેકી ચિકિત્સક બનો

 | 2:50 am IST

રેકીનાં પ્રથમ ભાગમાં તમે રેકીનો સંપૂર્ણ ઈતિહાસ તો જાણી લીધો, હવે જોવાનું એ છે કે તમે રેકીના ડોકટર કેવી રીતે બની શકો છો? રેકીનો જન્મ માનવ મગજ અને હૃદયમાંથી પ્રારંભ થાય છે. આ કોઈ જાદુ નથી, પરંતુ તમારી પોતાની આત્મિક શક્તિનું તેજ છે જે બીજાનાં શરીરમાં પ્રવેશીને તેના દરેક કષ્ટો દૂર કરી દે છે. વગર કોઈ દવાઓ તથા વગર ધનથી જ ઉપચાર કરવો તે સામાન્ય માણસને સ્વપ્ન સમાન લાગે છે, પરંતુ ક્યારેક-ક્યારેક આવા સપના પણ સત્ય થઈ જાય છે.

આધ્યાત્મિક શક્તિ અને માનસિક સર્જરી

માનવ શરીરની અંદર નકામી ઊર્જા ઉત્પન્ન થવાથી જ ખાસી બીમારીઓ જન્મ લે છે. આ અતિ પ્રભાવશાળી પ્રક્રિયા સ્વયં વ્યક્તિની અથવા અન્ય લોકોની અંદર ચારેય તરફની નકારાત્મક, માનસિક ઊર્જાને ગ્રહણ કરવાની શક્તિ હાથોને આપવા માટે અને તેને પ્રકાશની તરફ ઉપર મોકલવા માટે રેકી ઊર્જાનો ઉપયોગ કરે છે. સકારાત્મક પરિણામ તે જ સમયે નજરમાં આવવા લાગે છે.

રેકી ઉપચાર વિધિ એટલી સરળ અને સાધારણ પણ નથી. રેકી ઉપચાર અંતર્ગત સુસંગતતા (સ્પર્શ) પ્રક્રિયાનું ચલણ એક એવું દ્વાર ખોલે છે, તેનામાંથી ગાદ્ય શક્તિવાળી ઊર્જા નીકળે છે. જેની શક્તિમાંથી રેકી ડોકટર પોતાનું કામ ખૂબ જ આસાનીથી કરી શકે છે. રેકી ડોકટરોને ઊર્જા જ્ઞાાન શિક્ષા ત્રીજી કક્ષા (Third Degree Course) માં આપવામાં આવે છે. રેકી પ્રથમ અને બીજી કક્ષા (First & Second Degree Course) નું જ્ઞાાન આ અગાઉ મેળવ્યું છે, તેમાં કોઈ સંદેહ નથી કે વિશ્વની વધતી જનસંખ્યાની સાથે-સાથે નિરંતર બીમારીઓ પણ વધી રહી છે, આવામાં રેકીનાં ડોકટરોની પણ વધારે જરૂરિયાત પડશે, પરંતુ આ વાત પણ આપણે કેવી રીતે ભૂલી શકીએ છીએ કે દરેક માણસ તો રેકી માસ્ટર (ડોકટર) નથી બની શક્તો. તેના માટે રેકી યુનિવર્સિટી તરફથી કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જે આ મુજબ છે.

રેકીના દરેક સાધકનું મન શુદ્ધ હોવું જોઈએ.

મનમાં એ પ્રણ હોવું જોઈએ કે હું સદા જનમાનસની ભલાઈની વાત જ વિચારીશ.

હંમેશાં સાચું બોલાવું.

દરેક માણસનાં મનની ભાવનાઓનું પૂરંુ સન્માન કરવું.

આપણા કરતાં વધારે જ્ઞાાનીની વાતને સમજીને તેને ગ્રહણ કરીને બીજાની ભલાઈ માટે પ્રયોગમાં લાવવી.

દરેક વ્યક્તિની હાર્દિક ઈચ્છાને સમજવી તથા તેને પૂરી કરવાનો પ્રયાસ કરવો.

પોતાના સુખનો ત્યાગ કરીને બીજાના દુઃખો દૂર કરવા.

કોઈ મુશ્કેલ સમસ્યાઓને સામે જોઈને ગભરાવવું નહીં, પરંતુ પોતાની જાતમાં એ આત્મ-વિશ્વાસ ઉત્પન્ન કરવો કે હું તેને કરી શકું છું.

નફરતનો જવાબ નફરત નહીં પ્રેમ છે.

રેકી પ્રશિક્ષાર્થીએ આ જ નિયમોનું પાલન કરવાનું છે.

શિક્ષકનું કર્તવ્ય

દરેક વિદ્યાર્થીનું ધ્યાન તેના મનની તરફ લગાવીને શિક્ષાને સામે રાખવી.

વિદ્યાર્થીની અંદર પ્રેમભાવ ઉત્પન્ન કરવો, તેને સૌથી પહેલાં એ બતાવવાનું કે ‘રેકી’નું કામ માનવતાને જોડવાનું છે, તોડવાનું નહીં.

વિદ્યાર્થીના મનમાં હંમેશાં મહાત્મા બુદ્ધ અને શિક્ષાનો ભાવ જાગૃત રાખવો અને તેને એ બતાતા રહેવું કે તેમની જેમ જ માનવતાની સેવા કરો.

રેકી નફરતનું જ નહીં પણ પ્રેમનું નામ છે. જો તમે કોઈને ધિક્કારો છો તથા તેને હીનભાવનાથી જુઓ છો તો તમે રેકી શિક્ષા નહીં આપી શકો.

રેકીને પ્રેમની દોરી સમજો. આ દોરીનાં માધ્યમથી સ્વયં પોતાનો તથા સમસ્ત પ્રાણીયોનો ઉપચાર કરવાના લક્ષ્ય પ્રત્યે દરેક રેકી ડોકટરો તથા શિક્ષકોની વચ્ચે પ્રેમ બનાવી રાખવો રેકી સેવા માનવામાં આવે છે.

શિક્ષક પોતાની જાતને ચરિત્ર નિર્માતા સમજીને સ્વયંને પણ યૂસુઈનાં બીબામાં ઢાળવાનો પ્રયાસ કરે.

પહેલાં રેકીને જાણો

‘રે’ નો અર્થ

‘રે’ શબ્દનો અર્થ છે, સાર્વભૌમિક તથા આ પરિભાષા સૌથી વધારે માન્યતા પ્રાપ્ત છે.

‘રે’ના વિશે તકાતાએ એ પણ કહ્યું છે કે આ અર્થ ખૂબ જ સામાન્ય પણ છે. કાંજી ચિત્રાક્ષરમાં અર્થના અનેક સ્તર છે, જ્યારે આ સત્ય છે કે રેકીનો અર્થ (સાર્વભૌમિક) નિકાળી શકો છો, જેનો પૂરો ભાવાર્થ છે કે- આ દરેક જગ્યા વિદ્યમાન છે, પરંતુ તેમ છતાં પણ આ અર્થ આપણી રેકીની સમજણમાં કંઈ નથી છોડતો. ‘રે’ અક્ષરની ઊંડાઈમાં જઈને આપણને તકાતાએ જે વિસ્તારમાં બતાવ્યું છે તેનો અર્થ છે.

‘પરલૌકિક જ્ઞાાન’, આધ્યાત્મિક શક્તિનું જાગૃત થવું, આજ જ્ઞાાન છે જે આપણને પ્રભુ તથા ઉચ્ચતર ‘સ્વ’માંથી મળે છે. આ પ્રાકૃતિક શક્તિ છે, જે દરેક પ્રાણીને સંપૂર્ણ રીતે સમજે છે. આ જ એક એવી શક્તિ છે જે માનવ જાતિના દુઃખો અને ચિંતાઓને ઓળખી શકે છે. તે દરેકને દૂર કેવી રીતે કરવી છે, આ કામ પણ તે જ શક્તિનું છે.

‘કી’ નો અર્થ

‘કી’ શબ્દનો અર્થ સંસ્કૃત ભાષામાં ‘પ્રાણ’ છે. પ્રાણ જીવનરૂપી શક્તિનું જ નામ છે. તે વગર શરીરની ઊર્જા અશક્ય છે, જે આ ધરતી પર રહેવાવાળા પ્રાણીઓને જીવનદાન આપે છે અને જ્યાં સુધી કોઈપણ પ્રાણી જીવિત રહે છે ત્યાં સુધી આ શક્તિ તેની સાથે રહે છે અને જેવો જ પ્રાણીના જીવનનો અંત આવી જાય છે એટલે કે તેનું મૃત્યુનું થઈ જાય છે તો આ જીવનરૂપી શક્તિ તેનો સાથ છોડી દે છે.

જે લોકોની આ જીવનરૂપી શક્તિ નબળી છે અથવા કોઈ સમયે ઓછી થઈ જાય છે તો તે પ્રાણીનું શરીર રોગી થઈ જાય છે. તેને કોઈને કોઈ રોગ ઘેરી લે છે. જે પ્રાણીની આ ઊર્જા શક્તિ તેજથી સંપૂર્ણ હોય, શક્તિશાળી હોય તો તે પ્રાણી ક્યારેય પણ રોગી નથી થઈ શક્તો. આપણે શું કરીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, શું કરવા માંગીએ છીએ? આ દરેક કામો માટે જીવનરૂપી શક્તિ વિશેષ કામ કરે છે. આ શરીરની અંદર આપણી ઈચ્છાઓ અનુસાર માર્ગદર્શકનું કામ કરે છે.

આ જ છે તે પ્રકાશનું કિરણ, આ જ છે તે આધ્યાત્મિક પ્રકાશ, આ જ છે આપણા જીવનની ઊર્જા, જેના પર ધરતીના પ્રાણીઓનું જીવન ટકેલું છે.

‘કી’ અને ‘ચી’

ચીની ભાષાનાં શબ્દ ‘ચી’ નો એ જ અર્થ નીકળે છે જે જાપાની ભાષાનાં શબ્દ ‘કી’ નો છે. ચીની લોકો ‘ચી’ શબ્દને વધારે મહત્ત્વ આપે છે.

[email protected]