becuase of chip shortage xiaomi loses number 2 spot
  • Home
  • Featured
  • Xiaomiને મોટો ઝાટકો, Appleએ છીનવી નંબર 2ની જગ્યા

Xiaomiને મોટો ઝાટકો, Appleએ છીનવી નંબર 2ની જગ્યા

 | 1:30 am IST
  • Share

  • Xiaomi નંબર બેથી સરીને ત્રીજા નંબરે આવી ગયું

  • એપલે લઇ લીધી Xiaomiની જગ્યા

ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomiને વૈશ્વિક ચિપની અછતને કારણે મોટો ફટકો પડ્યો છે. આ કારણે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો ગ્રોથ ઘટ્યો છે અને હવે એપલ બીજા નંબર પર આવી ગઈ છે.

Xiaomi બીજા સ્થાનેથી ખસીને ત્રીજા નંબર પર આવી ગઈ છે. એવામાં હવે એપલ વિશ્વની બીજી સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની બની ગઈ છે. 

ચિપની અછતને ગણાવ્યું મુખ્ય કારણ 

નોંધનીય છે કે Xiaomi એ તાજેતરમાં અમેરિકન ટેક કંપની એપલને પાછળ છોડીને નંબર-2 સ્થાન મેળવ્યું હતું. પરંતુ હવે કંપની ત્રીજા નંબર પર આવી ગઈ છે. કંપનીએ આ માટે ચિપસેટની અછતને જવાબદાર ગણાવી છે.

ટોચના સ્માર્ટફોન નિર્માતાઓની યાદીમાં સેમસંગ નંબર-1 પર છે. સ્માર્ટફોન સેગમેન્ટમાં સેમસંગ સૌથી વધુ માર્કેટ શેર ધરાવે છે. એપલ હવે બીજા નંબર પર છે, જ્યારે Xiaomi ત્રીજા નંબર પર આવી ગયું છે.

Xiaomiએ કહ્યું છે કે આ વર્ષે વૈશ્વિક સ્તરે કમ્પોનેન્ટની અછત છે. તેમણે કહ્યું છે કે ચીપની અછત કંપની માટે મોટો પડકાર છે. જો કે, કંપનીએ એવી આશા પણ વ્યક્ત કરી છે કે ચિપની અછત હોવા છતાં, તે 2021 ના ​​અંત સુધીમાં લગભગ 190 મિલિયન ડિવાઈસ વેચવાની તૈયારીમાં છે.

કંપની માટે આ આંકડો ગયા વર્ષ કરતાં લગભગ 29% વધુ છે. કંપનીના જણાવ્યા અનુસાર, Xiaomiનો મુખ્ય વ્યવસાય આગળ વધી રહ્યો છે. પરંતુ આ હોવા છતાં, તેની વૈશ્વિક ચિપની અછતને કારણે સ્માર્ટફોન શિપમેન્ટમાં પણ ઘટાડો થયો છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં લોકોને સ્માર્ટફોન ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક ચિપની અછતને કારણે, ભારતમાં નવીનતમ iPhone માટે રાહ જોવાનો સમયગાળો પણ કંપનીની વેબસાઇટ પર બતાવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષના મધ્ય સુધી આ સ્થિતિ આવી જ રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો