શયનખંડ ક્યાં હોવો જોઈએ... - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS

શયનખંડ ક્યાં હોવો જોઈએ…

 | 2:48 am IST

ફેંગ શુઈ માત્ર નિર્માણ દોષોનું સમાધાન નથી કરતું, પરંતુ અન્ય સમસ્યાઓનું પણ નિરાકરણ કરે છે, જેમ કે મકાન જલદી વેચવું.

ઘણીવાર બધું અનુકૂળ હોવા છતાં પણ મકાન અથવા ફ્લેટના ખરીદનાર નથી મળતા. તો આવો ફેંગશુઇ આ વિશે શું માને છે તે વિશે જાણીએ. શયનખંડ

જો શયનખંડમાં પલંગને દક્ષિણની દીવાલ સાથે અડાવીને મૂકવો સંભવ ન હોય તો, તેનો વિકલ્પ છે, બેડ પશ્ચિમ દિશાની દીવાલની સાથે અડાવીને, માથું પશ્ચિમ દિશાની તરફ કરીને સૂવું જોઈએ. આ બંને દિશાઓમાં માથું કરીને સુવાથી ગૃહસ્વામીની બુદ્ધિનો વિકાસ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.

જો દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ગૃહસ્વામીનો શયનખંડ બનાવવો સંભવ ન હોય તો, જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેને દક્ષિણ-પશ્ચિમ દિશાની નજીક બનાવવાને શુભ માનવામાં આવે છે.

ગૃહસ્વામીના શયનખંડમાં બે બાજુ દ્વાર રાખવા એ જ વાસ્તુ-સમ્મત છે. તેનાથી વાયુની અવર-જવર યોગ્ય રહે છે અને ગૃહસ્વામીના સ્વાસ્થ્ય પર તેનો યોગ્ય પ્રભાવ પડે છે.

નવદંપતિઓનો ઔશયનખંડ

મકાનમાં ઘરના અન્ય સદસ્યોના શયન ખંડ ગૃહસ્વામીના શયનખંડની ઉત્તર અને પૂર્વમાં બનાવી શકાય છે. ગૃહસ્વામીના પુત્ર અને પુત્રવધૂના શયનખંડ ઉત્તર દિશામાં બનાવવા વધારે ઉત્તમ માનવામાં આવે છે. આ દિશામાં વિવાહિત લોકોના બેડરૂમને ઉત્તમ, ફળદાયક તથા શુભ માનવામાં આવે છે.

બાળકોના શયન ખંડ

ઘરના કનિષ્ઠ સદસ્યો, ભણતાં વયસ્કો અને કિશોર સદસ્યો માટે અલગ શયનખંડની વ્યવસ્થા કરવી ખૂબ જ આવશ્યક છે. ભણતર તથા સર્વાંગી બુદ્ધિ વિકાસ માટે અને કનિષ્ઠ સદસ્યોના ઉત્તમ સ્વાસ્થ્ય તથા ઉચ્ચ વિચાર માટે તેમની રહેણી કરણી ઉત્તમ હોવી જોઈએ. જો બાળકોના શયનખંડ જો પશ્ચિમ દિશાના મધ્યમાં બનાવવામાં આવે તો તે પણ શુભ હશે. ભણતા બાળકોના ભણવાના ટેબલ એ રીતે રાખવા જોઈએ કે, ભણતા સમયે તેમના મુખ ઉત્તર તથા પૂર્વ દિશામાં રહેવા જોઈએ.

ગેસ્ટ રૂમ

ઘરે આવેલા મહેમાનોને રાખવા માટે જો ઘરમાં જગ્યાની ખોટ ન હોય તો, તેમનો શયન ખંડ ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ અથવા મહેમાનો માટે દક્ષિણ દિશા અથવા પૂર્વ-દક્ષિણ સ્થિત રસોડા તથા દક્ષિણ-પશ્ચિમના ગૃહસ્વામીના શયન ખંડની વચ્ચે પણ તેને બનાવી શકાય છે. આ ખંડ ગૃહસ્વામીના ખંડ કરતા નાનો હોવો જોઈએ.