Bee comes in between two snake battles video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: બે ખુંખાર સાપની જબરદસ્ત લડાઈ વચ્ચે એક નાનકડી મધમાખી જબરો ખેલ પાડી ગઈ

VIDEO: બે ખુંખાર સાપની જબરદસ્ત લડાઈ વચ્ચે એક નાનકડી મધમાખી જબરો ખેલ પાડી ગઈ

 | 3:45 pm IST

ઘણા વીડિયો એવા હોય કે જે જોઈને બધા હેરાન રહી જતા હોય. કંઈક એવો જ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઝાડ પર લટકીને બે ખુંખાર સાપની લડાઈ ચાલતી હતી ત્યારે જ એક મધમાખી તેની વચ્ચે પડી. આ વીડિયોને ટ્વીટર પર Evangeline Cummings નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. તેણે વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે, મે કોરલ સાપ અને રેટલ સાપની ફાઈટ જોઈ. વચ્ચે મધમાખી આવી અને કોરલ સાપને કરડવાનું શરૂ કર્યું.

17 ઓક્ટોબરના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાપ બીજા સાપને ખાવાની જ તૈયારી કરે છે અને લોહીલુહાણ થઈ ગયો છે. જ્યારે ફાઈટ બરાબરની જામી હોય ત્યારે જ મધમાખી આવે છે અને કોરલ સાપ પર હુમલો કરી દે છે. કોરલ સાપ માખીથી એટલો પરેશાન થઈ જાય છે કે તે રેટલ સાપને છોડી દે છે.

આ વીડિયોને હાલમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. નવીનવી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ આ વીડિયોને ખતરનાક અને ડરામણો જણાવી રહ્યું છે. આ રીતે લોકોનો અનવના રિએક્શન આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન