ભિક્ષુકે નેતાને કહ્યું, 'આ સિક્કા પૂરપીડિતોને પહોંચાડી દેજો' - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ભિક્ષુકે નેતાને કહ્યું, ‘આ સિક્કા પૂરપીડિતોને પહોંચાડી દેજો’

ભિક્ષુકે નેતાને કહ્યું, ‘આ સિક્કા પૂરપીડિતોને પહોંચાડી દેજો’

 | 2:29 am IST

વાઈડ એન્ગલઃ જયેશ ઠકરાર

મુસીબત એક્સ રે મશીન જેવી છે. તેમાં ભોગ બનેલાની શક્તિનું તો માપ નીકળે જ છે સાથે સાથી સ્વજનોનો પણ રિપોર્ટ નીકળી જાય છે. સહાયની જરૂર હોય ત્યારે કેટલાક લોકો બોધવચનો આપે છે. જ્યારે કેટલાક લોકો કશું જ જતાવ્યા વિના મુસીબતને હળવી કરી દે છે.

કેરળ-પૃથ્વી પરનું સ્વર્ગ આજે આપદામા અટવાયેલંુ છે. લાખો લોકોને જેણે આનંદની અનુભૂતિ કરાવી તેવા આ મનોરમ્ય પ્રદેશમાં પૂરપ્રકોપ પછી જિંદગી હવે ધીમેધીમે પૂર્વવત થઈ રહી છે. આફત બહુ મોટી હતી, પરંતુ કેરળને બેઠું કરવા દેશભરમાં કેટલાયે કોમનમેને જે દાખલા બેસાડયા છે તે બતાવે છે. સૂરજના બન પાયે તો બનકે દીપક જલતા ચલ…

ભિક્ષુક મોહનનની વાત બહુ રસપ્રદ છે : કોટ્ટાયમમાં ભિક્ષાવૃત્તિ કરતો મોહનન ચાર કિલોમીટર ચાલીને સ્થાનિક નેતા ટી એમ રશિદના ઘરે પહાંેચ્યો.. પૂરપીડિતોની મદદ માટે આવ્યો છે તેવું જણાવતા આ ભિક્ષુકથી પીછો છોડાવવા રશિદે તેને રૂ.૨૦ની નોટ આપી..રશિદને લાગ્યંુ કે ભિક્ષુક છે, કદાચ આવી રીતે પોતાના માટે ભીખ માગતો હશે, પરંતુ મોહન રૂ. ૨૦ની નોટ લેવાનો ઈન્કાર કરી ત્યાં પગથિયા ઉપર બેસી ગયો.. પોતાના મેલાઘેલા વસ્ત્રોમાં અંદરના ખિસ્સામાંથી તેણે સિક્કા કાઢયા અને ગણવા માંડયો.. આ સિક્કા રશિદને આપતા તેમણે કહ્યું કે મારે પૂરપીડિત બાંધવોને મદદ પહોંચાડવી છે. મને ખબર નથી કોને આ સિક્કા અપાય એટલે તમને વિનંતી કરું છું કે મારા વતી આ સિક્કા તમે ત્યાં પહોંચાડી દેજો.

વિશ્વભરમાં ફેલાયેલી આ પોસ્ટમાં રશિદ લખે છે કે એક ભિક્ષુકની આ દિલેરીથી હંુ તાજ્જુબ થઈ ગયો.. તેણે રૂ. ૯૪ના સિક્કા આપ્યા, પરંતુ મને લાગ્યંુ કે તે મારા જેવા ઘણાં સક્ષમ લોકો કરતા પણ મોટો દાનવીર છે.

 

તમિલનાડુના કરૂર જિલ્લાની ૭મા ધોરણની વિર્દ્યાિથની અક્ષયા હૃદયરોગથી પીડાય છે. તેના ઉપર પ્રથમ સર્જરી થઈ ચૂકી છે. આવતા નવેમ્બરમાં બીજી સર્જરી કરવાની છે. આ માટે રૂ. ૫૦ લાખનો ખર્ચ થશે. અક્ષયા અને તેના પરિવારજનોએ અત્યાર સુધીમાં રૂ. ૨૦ હજાર એકત્ર કર્યા હતા. ટીવી ઉપર કેરળનું પૂર નિહાળી અક્ષયા દ્રવી ઉઠી. અત્યારે મારા કરતાં કેરળની મારી બહેનોને ત્વરિત સહાયની જરૂર છે આપણે કોઈને મદદ કરીએ તો ઈશ્વર જરૂર આપણી મદદે આવી જાય છે અક્ષયાએ પોતાની મળેલી સહાયનો હિસ્સો કેરળમાં આપી દીધો. અક્ષયાની આ વાતથી અને લોકોએ પણ રિલીફ ફંડમાં સહાય નાંેધાવી… આજે દેશની મોટી હોસ્પિટલો અક્ષયાની હાર્ટ સર્જરી નિઃશુલ્ક કરવા તૈયાર છે. ઈશ્વર કદી કોઈને નિરાશ કરતો નથી

 

કેરળમાં નિપાહ વાઈરસથી પીડિત પ્રથમ દર્દીની સારવારમાં જાન ગુમાવી દેનાર નર્સ લીનીને સૌ જાણે છે. લીનીના મૃત્યુ પછી સંતાનોની દેખભાળ માટે તેના પતિ સજીસે બેહરીનની નોકરી છોડી વતન તરફ પ્રયાણ કરેલું સરકારે લીનીના મૃત્યુ બાદ તેના પતિને કારકૂનની નોકરી આપેલી. સજીશ પ્રથ્યુશેરીએ પોતાનો પૂરેપૂરો પગાર પૂરપીડિતોને સર્મિપત કર્યો છે.

 

કોલ્લમ જિલ્લાના લોટરી એજન્ટ હમસા તેના પત્ની સોનિયા અને બાળકો મુખ્યમંત્રી પીનારાયી વિજયનને મળ્યા. લોટરીના ઈનામમાં મળેલા રૂ.૧ લાખનો ચેક તેમણે પૂરપીડિતો માટેના ફંડમાં આપ્યો. કેરળ સરકારે મુખ્યમંત્રી રાહત ફંડ માટે રૂ.૨૫૦ની એક એવી સ્પેશિયલ લોટરી બહાર પાડી છે. જેનો ડ્રો ૩ ઓકટોબરે થવાનો છે. પ્રત્યેક શ્રેણીમાં એક લાખ અને ૧ લાખથી વધુ લોકોને રૂ.૫૦૦૦નંુ ઈનામ આપતી આ લોટરીથી ૧૦૦ કરોડ જમા થવાની નાણાં મંત્રાલયને આશા છે.

 

ઘણા લોકો કામ ઓછું કરે પણ દેખાડો વધુ કરતા હોય છે. જયારે અહીં એક એવા વ્યકિતની વાત છે. જેની મૂક સેવાએ સૌને દંગ કરી દીધા.. એર્નાકુલમમાં રાહત કાર્યમાં ઘણાં લોકો સેવા આપતા હતા. તેમાં એક નવયુવાન પણ સાઈલેન્ટ વર્કર તરીકે જોડાયો હતો. બધા કોમનમેનની જેમ જ સાથે રાહત સામગ્રીને ઊંચકીને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડતા આ યુવાનનો પરિચય આમ તો કોઈને ના મળ્યો હોત, પરંતુ એક દિવસ અહીં એર્નાકુલમના કલેકટર આવ્યા અને તેમની નજર આ યુવાન પર પડી આ યુવાન દાદરા-નગરહવેલીના કલેક્ટર કાનન ગોપીનાથન (આઈએએસ) હતા જે રજા મૂકી વતનમાં મદદ માટે દોડી આવ્યા હતા.

 

અત્યાર સુધીમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોએ ૭૦૦ કરોડથી વધુની રકમ આપી છે. આપદા મોટી છે. નુકસાન ગંજાવર છે કદાચ એ ભરપાઈ પણ થઈ શકશે નહીં, પરંતુ કોઈના ખભા ઉપર ખરા સમયે હાથ મૂકવો અને તેના આંખમાંથી સરતા અશ્રુને લૂછવા જેટલું કામ તો કોઈપણ ઈન્સાને કરવું જ જોઈએ

ઝુમ ઈન

દરવાજા છોટા હી રહને દો

અપને મકાનકા

જો ઝૂક કે આ ગયા

સમજો વહી અપના હૈ

ઝૂમ આઉટ

વો જૂઠ બોલ રહા થા

બડે સલીકે સે

મેં એતબાર ન કરતા

તો ઔર કયા કરતા

[email protected]