બાળકો હોંશે હોંશે બીટ ખાવાની કહેશે હા, જો એકવાર ચાખશે આ ક્રીસ્પી પૂરી - Sandesh
  • Home
  • Food & Travel
  • બાળકો હોંશે હોંશે બીટ ખાવાની કહેશે હા, જો એકવાર ચાખશે આ ક્રીસ્પી પૂરી

બાળકો હોંશે હોંશે બીટ ખાવાની કહેશે હા, જો એકવાર ચાખશે આ ક્રીસ્પી પૂરી

 | 4:00 pm IST

સામગ્રી

બીટ -1 નંગ
કસૂરી મેથી -2 ટેબલ સ્પૂન
ઘઉંનો લોટ -1 બાઉલ
મેંદો -1/2 બાઉલ
ચણાનો લોટ -1/3 કપ
રવો -1/4 કપ
મલાઈ -1 ટેબલ સ્પૂન
લાલ મરચું પાઉડર -2 ટી સ્પૂન
મરી પાઉડર -1 ટી સ્પૂન
જીરું -1 ટી સ્પૂન
મીઠું -સ્વાદાનુસાર
તેલ -જરૂર પ્રમાણે
ઘી -જરૂર પ્રમાણે

રીત
સૌપ્રથમ બીટના ટુકડા કરી તેમાં થોડું પાણી ઉમેરી તેને ક્રશ કરી લો. અન્ય એક બાઉલમાં બધા જ લોટ ચાળી અને મીક્ષ કરો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, કસૂરી મેથી, મરી પાઉડર, જીરું ઉમેરી અને મોણ માટેનું તેલ, ગરમ ઘી, મલાઈ ઉમેરો અને નાખી મિક્સ કરો. આ તમામ સામગ્રી એકરસ થઈ જાય એટલે ક્રશ કરેલા બીટથી કણક બાંધો. કણકને 30 મિનિટ સુધી ઢાંકીને સાઈડ પર મુકી રાખો અને પછી તેમાંથી નાની-નાની પૂરી વણી ગરમ તેલમાં તળી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન