Before Anushka Sharma Virat Kohli was in relationship with famous model izabelle leite
  • Home
  • Sports
  • Cricket
  • અનુષ્કા પહેલા આ ખ્યાતનામ મૉડલના ગળાડૂબ પ્રેમમાં હતો વિરાટ કોહલી

અનુષ્કા પહેલા આ ખ્યાતનામ મૉડલના ગળાડૂબ પ્રેમમાં હતો વિરાટ કોહલી

 | 8:24 pm IST
  • Share

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો ખુબ જ ચર્ચામાં રહે છે. આ કપલ સાથે ખુબ જ સુંદર લાગે છે. પરંતુ વિરાટ કોહલી એક સમયે બ્રાઝીલિયન મૉડલ અને એક્ટ્રેસ ઇજાબેલ લિટેને ડેટ કરતો હતો. એક સમયે વિરાટ અને ઇજાબેલના પ્રેમની ચર્ચાનું બજાર ગરમ હતું. બ્રાઝીલિયન મૉડલ અને એક્ટ્રેસ ઇજાબેલ લિટે મોડેલિંગની દુનિયાનું એક જાણીતું નામ છે. ઇજાબેલ લિટેએ ઘણી હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઇજાબેલે ફિલ્મોમાં પોતાના અભિનયની શરૂઆત 2012માં આવેલ આમિર ખાનની ફિલ્મ ‘તલાશ ધ આંસર લાઇન વિથ ઇન’ દ્વારા કર્યું હતું. વર્ષ 2012થી લઇ વર્ષ 2014 સુધી ઇજાબેલ અને વિરાટ કોહલીએ ડેટિંગ કર્યું હતું. વિરાટ અને ઇજાબેલ વચ્ચે પાંગરતો પ્રેમ મીડિયાની નજરોથી છૂપાઇ શક્યો ન હતો. જોકે બંન્નેની ડેટિંગનો ખુલાસો વર્ષ 2013માં થયો હતો.

વિરાટથી પોતાના બ્રેકઅપ બાદ ઇજાબેલે એક ઇન્ટરવ્યૂમાં પોતાના રિલેશનશીપને લઇ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું,‘હાં, અમે બે વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. આ સંબંધ આપસી સહેમતિથી ખતમ થયો.’ જોકે વિરાટની જિંદગીમાં ઇજાબેલાના ગયા બાદ અનુષ્કા શર્મા આવી હતી. હાલમાં આ વિરૂષ્કાની એક દીકરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો