10 વર્ષ બાદ શુક્રવારે હશે પુષ્યનક્ષત્ર, લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા આ શુભ મુહૂર્તમાં કરો સોના-ચાંદીની ખરીદી - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • 10 વર્ષ બાદ શુક્રવારે હશે પુષ્યનક્ષત્ર, લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા આ શુભ મુહૂર્તમાં કરો સોના-ચાંદીની ખરીદી

10 વર્ષ બાદ શુક્રવારે હશે પુષ્યનક્ષત્ર, લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા આ શુભ મુહૂર્તમાં કરો સોના-ચાંદીની ખરીદી

 | 9:26 am IST

હિન્દુ સમુદાયના સૌથી મોટા દિપોત્સવી પર્વને હવે આંગળીના વેઢે ગણાઇ એટલા દિવસો બાકી છે. દિવાળી પર્વને લઇને બજારમાં છેલ્લા ચાર દિવસથી સળવળાટ જોવા મળી રહ્યો છે. દિવાળીના વિવિધ પર્વોની શરૃઆત સાથે જ શહેરમાં તેની રોનક બરાબર દેખાશે. એવામાં હવે સોના-ચાંદી અને ચોપડાની ખરીદી માટે શુકનવંતા ગણાતા એવા પુષ્યનક્ષત્રને લઇને વેપાર-ધંધામાં મોટી ખરીદીની આશા દેખાઇ રહી છે. શુક્રવારે લક્ષ્મીજીના દિવસે જ પુષ્યનક્ષત્રનો મહા શુભ સંયોગ સર્જાઇ રહ્યો છે. જે અંતર્ગત ચાલુ વર્ષે આઠમની ક્ષયતિથઇને પગલે નોમ પર પુષ્યનક્ષત્રની શુભ ખરીદી થશે.

દર વર્ષે દિવાળી પૂર્વે આવતા પુષ્ય નક્ષત્રના મહામૂહર્તમાં સોના-ચાંદીની શુકનવંતી ખરીદીનો ધમધમાટ જોવા મળે છે. પુષ્ય નક્ષત્રને કારણે બજારમાં તેજીનો સંચાર થયો હોય એમ જ્વેલર્સના ચહેરા પર પણ ચમક દેખાઇ આવે છે. એવામાં હવે શુક્રવારે પુષ્યનક્ષત્નરે પગલે જ્વેલરી શોપમાં છેલ્લા બે દિવસથી ચહેલપહેલની સાથે જ એડવાન્સ બુકીંગ થયા હોય બજારમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, પુષ્ય નક્ષત્ર સોનુ-ચાંદીની ખરીદી માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ સિવાય આ શુકનવંતો દિવસ નવા વર્ષ માટેના ચોપડા, યંત્ર, સામગ્રી નોંધાવવા, બીલબુક, ચલણબુક છપાવવા અને નવા કામ-આયોજનની વિચારણા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલુ વર્ષે આઠમની ક્ષયતિથિને કારણે શુક્રવારે નોમ પર પુષ્યનક્ષત્ર મનાવવામાં આવશે. દરમિયાન ખરીદીનો ધમધમાટ જોવા મળશે.

દર વર્ષે આસો વદ આઠમના દિવસે પુષ્યનક્ષત્ર હોય છે. જોકે, ઘણા વર્ષો પછી આ વર્ષે આઠમની ક્ષયતિથી હોવાથી નોમના દિવસે પુષ્યનક્ષત્ર આવે છે. તે પણ શુક્રવારના દિવસે આવતો હોય લક્ષ્મી માટે ઉત્તમ દિવસ છે. પુષ્ય નક્ષત્ર શુભ અને ધનદાયક હોય છે. જેથી શુભ યોગ બને છે. આ વર્ષનો પુષ્યનક્ષત્રનો યોગ આખો દિવસ બનતો હોવાની સાથે જ બીજા દિવસે શનિવારે સવારે ૬.૫૫ સુધી પુષ્યનક્ષત્ર રહેશે. દરમિયાન શુક્રવારે સવારે ૭.૪૮થી ૯.૩૦, ૧૦.૨૮થી ૧૧.૨૬, ૧૨.૦૧થી ૧૨.૪૮(અભિજીત મૂહર્ત), બપોરે ૧.૨૩થી ૪.૧૮, સાંજે ૫.૧૬થી ૬.૧૫ અને રાત્રિએ ૮.૧૮થી ૧૧.૨૩ સુધીનો સમય શ્રેષ્ઠ છે.