ફિફા વર્લ્ડ કપ શરૂ થાય તેના ગણતરીનાં કલાકો પહેલા જ સ્પેને લીધો ચોંકાવનારો નિર્ણય! - Sandesh
  • Home
  • Featured
  • ફિફા વર્લ્ડ કપ શરૂ થાય તેના ગણતરીનાં કલાકો પહેલા જ સ્પેને લીધો ચોંકાવનારો નિર્ણય!

ફિફા વર્લ્ડ કપ શરૂ થાય તેના ગણતરીનાં કલાકો પહેલા જ સ્પેને લીધો ચોંકાવનારો નિર્ણય!

 | 10:41 am IST

ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ થવાના એક દિવસ અગાઉ સ્પેનની ટીમે પોતાના કોચ જુલેન લોપેટગુઇની હકાલપટ્ટી કરી દીધી છે. ફૂટબોલ વર્લ્ડ કપમાં સ્પેન પોતાના અભિયાનની શરૂઆત 15મી જૂને પોર્ટુગલ સામે કરનાર છે.

સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે મંગળવારે લોપેટેગુઇને પોતાની ટીમનાં મુખ્ય કોચ નિયુક્ત કર્યાની જાહેરાત કરી હતી. તે ફિફા વર્લ્ડ કપમાં ઝિનેદિન ઝિદાનનાં સ્થાને રિયલ મેડ્રિડ ટીમનાં કોચપદની જવાબદારી સંભાળનાર છે. આ જાહેરાતનાં એક દિવસ બાદ સ્પેન ફૂટબોલ ફેડરેશને લોપેટગુઇને હાંકી કાઢયા હતા કારણ કે, રિયલ મેડ્રિડ ક્લબ સાથે તેના કરારની જાણકારી ફેડરેશનને નહોતી. એસોસિયેશનનાં અધ્યક્ષ લુઇસ રૂબિએલેસે કહ્યું કે, “અમને કરારની જાણકારી અગાઉ મળી હોત તો સ્થિતિ અલગ હોત.”

2016માં યૂરો કપમાં સ્પેનનાં ખરાબ દેખાવ બાદ વિન્સેન્ટે ડેલ બાસ્કનાં સ્થાને લેપેટેગુઇને કોચ બનાવાયા હતા. તેમનો કાર્યકાળ 2020 સુધી વધાર્યો પણ હતો પરંતુ રિયલ મેડ્રિડ સાથે જોડાતાં હકાલપટ્ટી કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન