Before sleeping, apply these 2 items, thin eyebrows will be plump
  • Home
  • Fashion & Beauty
  • રાત્રે સૂતા પહેલા લગાવો આ 2 વસ્તુઓ, પાતળી આઇબ્રો થશે ભરાવદાર

રાત્રે સૂતા પહેલા લગાવો આ 2 વસ્તુઓ, પાતળી આઇબ્રો થશે ભરાવદાર

 | 4:14 pm IST

ચહેરાની સુંદરતામાં આંખો અને આંખોની સુંદરતામાં આઇબ્રો મહત્વનો ભાગ ભજવે છે. તેની સુંદરતા વધી જાય છે જ્યારે આઇબ્રો ભરાવદાર હોય છે. આઇબ્રો ભરાવદાર હોવા પર તમે મેકઅપ વગર પણ એટ્રેક્ટિલ લાગો છો. જ્યારે પાતળી આઇબ્રો ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે. કેટલીક યુવતીઓ આઇબ્રોને ભરાવદાર કરવા માટે પેન્સિલનો ઉપયોગ કરે છે. તો અન્ય કેટલીક બ્યુટી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ કુદરતી રીતે આઇબ્રોને લાંબી અને ભરાવદરા બનાવવા માટે કેટલાક ઘરેલું ઉપાય છે. જેનાથી તમારી આઇબ્રો કાળી અને ભરાવદાર તેમજ સુંદર બનાવી શકો છો. તો ચાલો જોઇએ કઇ છે તે વસ્તુ..

સામગ્રી
1 નંગ – ડુંગળી
1 ચમચી – નારિયેળ તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક ડુંગળી લઇને તેને મિક્સરમાં બરાબર પીસી લો. હવે તેના રસને એક બાઉલમાં નીકાળી લો. હવે તેમા એક ચમચી નારિયેળ તેલ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો. હવે તેને રાત ના સમયે રૂની મદદથી આઇબ્રો પર લગાવી લો. તેને આખી રાત લગાવી રાખો. સવારે વહેલા તેને નવશેકા પાણીથી ધોઇ લો.

ફાયદા
ખાવમાં સ્વાદ અને સલાડ તરીકે ઉપયોગમાં લેવાતી ડુંગળી તમારી આઇબ્રોને ભરાવદાર કરવાનું કામ કરે છે. તેમજ ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં સલ્ફર રહેલું છે. જે વાળને વધારવામાં મદદ કરે છે. નારિયેળનું તેલ વાળને મોટા અને મજબૂત બનાવવામાં ગુણકારી છે. બન્ને વસ્તુને એક સાથે મિક્સ કરીને સહેલાઇથી ભરાવદાર બનાવી શકો છો. તમે પણ આ નુસખો ટ્રાય કરી શકો છો.