Before Sushant's death, fight between Sushant and Riya over the family
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતસિંહ કેસમાં થયો સૌથી મોટો ખુલાસો, પરિવારને લઈને થયો હતો ઝઘડો અને મારપીટ

સુશાંતસિંહ કેસમાં થયો સૌથી મોટો ખુલાસો, પરિવારને લઈને થયો હતો ઝઘડો અને મારપીટ

 | 3:15 pm IST

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં દિવસે દિવસે નવા વળાંક આવી રહ્યા છે. કેસ ગુંચવણ ભરતો થઈ રહ્યો છે. ત્યારે આ કેસને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

સુશાંત અને રિયા વચ્ચે મારપીટ થઈ હતી

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBIનાં હાથમાં છે. આ વચ્ચે મુંબઇ પોલીસે સુશાંત કેસનો સ્ટેટ્સ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી દીધો છે. મુંબઇ પોલીસ સુત્રોના જણાવ્યાં પ્રમાણે, મોતનાં થોડા દિવસ પહેલાં જ સુશાંત અને રિયા ચક્રવર્તી વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આ ઝઘડો એક બીજાનાં પરિવારને લઇને થયો હતો. તેમનાં વચ્ચે મારપીટ પણ થઇ હતી. જે બાદ રિયા સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી. રિયાએ સુશાંતનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. જે બાદ 14 જૂનનાં સુશાંતની લાશ તેના એપાર્ટમેન્ટમાંથી મળી હતી.

રિયાએ સુશાંતની બહેનને લઈને આપ્યું નિવેદન

મુંબઇ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તીએ તેના સ્ટેટમેન્ટમાં આ વાત જણાવી હતી. એક દિવસ ઘરમાં પાર્ટી હતી જેમાં સુશાંતની બહેન પણ શામેલ હતી. રિયાના જણાવ્યા અનુસાર પાર્ટી પૂર્ણ થયા બાદ સુશાંતની એક બહેન અચાનક તેનાં રૂમમાં આવી અને રીયાની સાથે ફિઝિકલ થવાનો પ્રયાસ કરવા લાગી.

સુશાંતે બધુ જ ઇગ્નોર કરવા કહ્યું

રિયાએ તેના સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું હતું કે, સુશાંતને આ વિશે બીજા દિવસે જણાવ્યું હતું પણ સુશાંતે બધુ જ ઇગ્નોર કરવા કહ્યું. રિયાએ આ સ્ટેટમેન્ટ બાદ સુશાંતની બહેનને તેનો પક્ષ જાણવા બોલાવી પણ હતી. પણ સુશાંતની બહેન મુંબઇ પોલીસ સામે કોઇ ખુલાસો ન કર્યો કે ન તો પોલીસ સામે તે આવી હતી.

આ વીડિયો પણ જૂઓઃ  શ્રેય હોસ્પિટલ મામલે તંત્રનું ભેદી મૌન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન