before swearing in ceremony 41 ministers meeting with modi
  • Home
  • Election 2019
  • 41 સંભવિત મંત્રીઓ સાથે મોદીની ‘ચાય પે ચર્ચા’, શપથ પહેલા થશે નવા-જુની?

41 સંભવિત મંત્રીઓ સાથે મોદીની ‘ચાય પે ચર્ચા’, શપથ પહેલા થશે નવા-જુની?

 | 5:43 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે શપથ લેવા માટે જાય એ પહેલા સંભવિત મંત્રીઓ સાથે મુલાકાત કરશે. ટીવી રિપોર્ટ પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 41 મંત્રીઓના નામ મોદી સરકાર 2.0માં ફાઈનલ કરવામાં આવ્યાં છે. આ બધા મંત્રીઓ પણ મોદી સાથે સાથે જ સાંજે શપથ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધા મંત્રીઓ પ્રધાનમંત્રીનાં રહેઠાણ 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત કરીને ચા પીવાના છે.

અત્યાર સુધીમાં ભાજપનાં આ નેતાઓને આવ્યો ફોન

પીયુષ ગોયલ, નિર્મલા સીતારમણ, નિતિન ગડકરી, ઘર્મેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવી, અર્જુન રામ મેઘવાલ, પ્રકાશ જાવેડકર, જિતેન્દ્ર સિંહ, બાબુલ સુપ્રિયો, સદાનંદ ગોડા, કિરણ રિજિજુ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિશન રેડ્ડી, પ્રહલાદ પટેલ, સુરેશ અંગદી, સ્મૃતિ ઈરાની, કૈલાશ ચૌધરી, કિશનપાલ ગુર્જર, પુરૂષોતમ ગુર્જર, પુરુષોતન રૂપાલા અને મનસુખ માંડવીયા.

સિવસેનાં, જનતા દલ, અપના દલ, લોક જનશક્તિ પાર્ટી, શિરોમણી અકાલી દળ અને અસમ ગણ પરિષદમાંથી પણ એક એક મંત્રીને ફોન આવી ગયો છે. આ પહેલા અમિત શાહે અને મોદીએ બંધ બારણે મિટિંગ કરી હતી અને સરકારમાં કોને કોને મંત્રી પદ આપવાનું છે એ વાત પર આખરી મહોર મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન