બેઇજિંગ ઓલિમ્પિકના પાંચ પદક વિજેતાના મેડલ છિનવાયા - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • બેઇજિંગ ઓલિમ્પિકના પાંચ પદક વિજેતાના મેડલ છિનવાયા

બેઇજિંગ ઓલિમ્પિકના પાંચ પદક વિજેતાના મેડલ છિનવાયા

 | 1:43 am IST
  • Share

૨૦૦૮માં યોજાયેલા બેઇજિંગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પાંચ ખેલાડીઓ ડોપિંગમાં પોઝિટિવ જણાતાં તેમનાં મેડલ છીનવી લેવાયાં છે. આ પાંચ ખેલાડીઓ પૈકી ત્રણ રશિયાના છે. આ તમામના ૨૦૦૮માં લેવાયેલા ડોપિંગ નમૂનાની ફરી તપાસ કરવામાં આવી હતી જેમાં તેઓ દોષિત જણાયા હતા.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વધુ સારી ટેકનિકના આધારે કુલ આઠ ખેલાડીઓ જેમાં એક ડિસ્ક્સ થ્રોઅર, એક દોડવીર અને પાંચ વેઇટ લિફ્ટર પર પ્રતિબંધ લગાવ્યો છે. બેઇજિંગ અને લંડન ઓલિમ્પિકના કુલ ૧,૦૦૦ નમૂનાનું ફરી પરીક્ષણ કરાયું છે જેમાં ૯૮ પોઝિટિવ જણાયા છે. રશિયન દોડવીર તાતયાના ફિરોવા પાસેથી તેના ૪ઠ૪૦૦ મીટર રીલેનું સિલ્વર મેડલ પરત લઈ લેવાયો છે. આથી જમૈકાની રિલે ટીમને સિલ્વર અપાયો છે જ્યારે બેલારુસની ટીમને બ્રોન્ઝ મેડલ મળશે. રશિયન વેઇટલિફ્ટર મરિના શેનોવાનો ૫૮ કિગ્રા વજન વર્ગનો સિલ્વર અને રશિયાની નાદેઝા ઇવેસ્તુખિનાનો ૭૫ કિગ્રા વજન વર્ગનો બ્રોન્ઝ મેડલ પરત લઈ લેવાયો છે.

આર્મેનિયાના પુરુષ વેઇટલિફ્ટર ટિગ્રામ માર્તિયરોસ્યાનનો ૬૯ કિગ્રા વજન વર્ગમાં જીતેલો બ્રોન્ઝ મેડલ પરત લઈ લેવાયો છે. ક્યૂબાની ડિસ્ક્સ થ્રોઅર યારેલ્સ બેરિયસે ડિસ્ક્સ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો પરંતુ તેણી ડોપ ટેસ્ટમાં ફેલ જતાં તેની પાસેથી મેડલ લઈ લેવાયો છે. કતારના દોડવીર સેમ્યુઅલ આદેલેબારી પણ ડોપ ટેસ્ટમાં ફેલ ગયો હતો. સેમ્યુઅલ ૧૦૦ મીટર દોડમાં ૧૬મા સ્થાને રહ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો