ટ્રમ્પ આગમન પહેલાં ચીને બેઈજિંગના આકાશમાંથી એક જ રાતમાં સ્મોગની કરી નાંખી સફાઈ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટ્રમ્પ આગમન પહેલાં ચીને બેઈજિંગના આકાશમાંથી એક જ રાતમાં સ્મોગની કરી નાંખી સફાઈ

ટ્રમ્પ આગમન પહેલાં ચીને બેઈજિંગના આકાશમાંથી એક જ રાતમાં સ્મોગની કરી નાંખી સફાઈ

 | 7:53 pm IST

દિલ્હીમાં સ્મોગને કારણે જેવી હાલત છે તેવી હાલત વીતેલા ચાર દિવસથી ચીનમાં પણ હતી, પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં પહોંચ્યા ત્યારે આકાશ એકદમ સ્વચ્છ હતું. કોઈપણ વિચારે કે આકાશને સ્મોગમુક્ત કરીને સાફ કરી શકાય? પરંતુ ચીને તે કામ કરી બતાવ્યું છે. બુધવારે ટ્રમ્પ બેઇજિંગ પહોંચવાના હતા અને મંગળવારે રાતે તો ચીને શહેરનાં વાયુ-પ્રદૂષણને સાફ કરી નાખ્યું. હવે પ્રશ્ન એ થાય કે ભારત પણ તે ઉપાયો કામે ના લગાવી શકે?

બીજી તરફ દિલ્હીની મુલાકાતે આવેલા પ્રિન્સ ચાર્લ્સને બુધવારે સ્મોગ કે વાયુ-પ્રદૂષણની સ્થિતિ વચ્ચે જ ઉતરાણ કરવું પડયું હતું. ચીને આટલા ઉપાય કરીને પ્રદૂષણમાં ૨૫ ટકા ઘટાડો કર્યાનો દાવો કર્યો છે.

દિલ્હીની ચિંતાજનક સ્થિતિ

તેની સામે બુધવારે દિલ્હીમાં પ્રદૂષણસ્તર ખૂબ વધી ગયું હતું. સવારે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. પ્રદૂષણનું સ્તર બીમાર લોકોની સાથોસાથ તંદુરસ્ત લોકો માટે પણ ખતરનાક હતું. દિલ્હી એમ્સના તબીબ રણદીવ ગુલેરિયાએ રાજધાની દિલ્હીમાં પ્રવર્તી રહેલી સ્મોગની સ્થિતિની તુલના 1952ના ગ્રેટ સ્મોગ ઓફ લંડન સાથે કરી હતી. સ્થિતિ દિલ્હીની જેમ જ સાઇલન્ટ કિલર જેવી હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ઓપીડીમાં આવતા દર્દી શ્વાસની તકલીફ, છાતીમાં બળતરા વગેરેની ફરિયાદ કરી રહ્યા છે. આવા દર્દીઓની સંખ્યા વધતી જાય છે અને ૨૫થી 30 હજાર દર્દીનાં મૃત્યુની સંભાવના છે.

શું કર્યું હતું ચીને?

ચીને કાર અને મકાન બાંધકામ પર હંગામી સમય માટે પ્રતિબંધ લગાવી દીધો. 2,000 જેટલાં બાંધકામનાં સ્થળની તપાસ કરીને ડસ્ટ પાર્ટિકલને અંકુશમાં લેવામાં આવ્યા. સ્ટીલ, સિમેન્ટ અને કોલસા કંપનીઓને હંગામી સમય માટે ઉત્પાદન રોકવા કહી દીધું. બેઇજિંગની પ્રજાને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા કહ્યું અને અન્ય શહેરોમાંથી આવતાં વાહનોના બેઇજિંગ પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. એન્ટિ-સ્મોગ ગનનો ઉપયોગ કરવા સાથે પાણી છાંટવામાં આવતાં હવામાં ઊડતાં ધૂળનાં રજકણ જમીન પર નીચે આવી ગયાં.