Being happy on the death of mother-in-law, husband has done such a condition
  • Home
  • Featured
  • સાસુની મોત પર ખુશ થઈ વહું, પતિએ કરી આવી હાલત

સાસુની મોત પર ખુશ થઈ વહું, પતિએ કરી આવી હાલત

 | 6:26 pm IST

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પતિએ પોતાની પત્નીને લાદીના ટુકડાથી મારી – મારીને મોતને ઘાટ ઉતારી દીધી. પછી પતિએ હત્યાનું જે કારણ જણાવ્યું તે ચોંકવનારું હતું. આરોપી પતિએ કહ્યું કે, જ્યારે તેની માં નું મૃત્યું થયું ત્યારે તેની પત્ની ખુબજ ખુશ થઈ હતી. આ કારણના લીધે જ તેણે તેની પત્નીની હત્યા કરી દીધી. પોલીસે તપાસમાં હત્યાં માટે વાપરવામાં આવેલા હથિયારને કબ્જે કરી લીધુ છે. અને આરોપીને રીમાન્ડમાં લઈ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

માં ની મોત પર ખુશી મનાવવાનો આરોપ 

કોલ્હાપુર ના જુના રજવાડા વિસ્તારમાં પરીવારની સાથે રહેતા 40 વર્ષના સંદિપ લોખંડેની માં પાછલા અઠવાડીયે મૃત્યુ પામ્યા. જે બાદ તેની પત્ની 39 વર્ષની શુભાંગીએ તેમને સાંત્વાના દેતા કહ્યું કે, માં નું મૃત્યુ કોઈ મોટી વાત નથી. અને આનાથી તેઓ દુ:ખી ન થાય. આ વાત સંદિપને જરા પણ પસંદ ન આવી. આ ઉપરાંત તેણે પત્ની ઉપર એ પણ આરોપ લગાવ્યો કે, માં ના મૃત્યુ પર શુભાંગી ખુબજ ખુશ થઈ હતી. આ સાથે સંદિપે શુભાંગીને પોતાના પહેલા બાળકના મોતની જવાબદાર પણ ગણાવી.

 પોલીસને કીધું કે, પત્ની બેહોશ થઈને સીડીથી પડી ગઈ હતી

આ બધી વસ્તુઓથી નારાજ સંદિપે પોતાની પત્નીને સિડીથી ધક્કો દઈ દીધો. દર્દીથી ચિસો પાડતી પત્નીએ જ્યારે મદદ માંગી તો સંદિપે લાદીના ટુકડાથી તેના માથા ઉપર કેટલાય ઘા મારી દીધા. આનાથી શુભાંગીએ ત્યાંજ દમ તોડી દીધો. જે બાદ સંદિપે પોલીસ બોલાવી કે, તેમની પત્ની બેહોશીની હાલતમાં સીડીથી ઉતરતા સમયે નીચે પડી ગઈ. અને તેના લીધે તેનું મોત નીપજ્યું.  પોલીસે હત્યાની શંકાએ વધુ તપાસ કરી તો મર્ડર માટે વાપરવામાં આવેલું હથિયાર તેમના હાથ લાગી ગયું. હાલ પોલીસ સંદિપની ધરપકડ કરીને વધુ તપાસમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન