બેલ્જિયમમાં બસો હાઇડ્રોજનથી ચાલશે - Sandesh
  • Home
  • Newspaper
  • બેલ્જિયમમાં બસો હાઇડ્રોજનથી ચાલશે

બેલ્જિયમમાં બસો હાઇડ્રોજનથી ચાલશે

 | 5:10 am IST

સ્વચ્છ બળતણની શોધ વૈજ્ઞા।નિકોને ડીઝલ, પેટ્રોલ અને ઝ્રગ્દય્ પછી હવે હાઇડ્રોજન સુધી લઈ આવી. જોકે હાઇડ્રોજનથી ચાલતી બસોની ડિઝાઇન કરવી સરળ નથી, કેમ કે વૈજ્ઞા।નિકો અને એન્જિનિયરોને આમાં આંશિક સફળતા મળી છે.

બસોમાં લાગેલી હાઇડ્રોજનની ટેન્કને ભરવા માટે આશરે ૧૧ મિનિટ લાગે

હાઇબ્રિડનો મતલબ એ છે કે બસ ખેંચવાવાળી ઊર્જા બે સ્રોતોથી આવશે. એક છે ફ્યુઅલ સેલ જે સીધી ઇલેક્ટ્રિક મોટરની વીજળી ઉપલબ્ધ કરાવે છે અને બીજી બેટરીઓથી. આ બંનેને ઇલેક્ટ્રોનિક પ્રકારથી નિયંત્રિત કરવામાં આવે છે. જેનાથી ઊર્જાનો ભરપૂર ઉપયોગ થાય.

આ બસોને બળતણ ઉપલબ્ધ કરાવવા માટે બેટરીની સાથે ખાસ સ્ટેશનોની પણ જરૂર હશે, જ્યાંથી એને બળતણ મળશે. બસોમાં લાગેલાં હાઇડ્રોજનની ટેન્કને ભરવા માટે આશરે ૧૧ મિનિટ લાગે છે પણ આ સમય બહારના મોસમ પર પણ નિર્ભર કરે છે.

હાઇડ્રોજનના ફિલિંગ સ્ટેશનના સુરક્ષાના માપદંડો પેટ્રોલપંપ જેવા જ છે. સિવિલ કેમિકલ એન્જિનિયર સબરીન થાર્બેટે જણાવ્યું હતું કે આ પ્રકારે રિફ્યુલિંગ સ્ટેશન બનાવવા માટે એક પડકાર હતો. અમે એવું સ્ટેશન બનાવવા ઇચ્છીએ છીએ કે જેનાથી એવી કોઈ જગ્યા બનાવી શકાય કે જ્યાં હાઇડ્રોજન ઉપલબ્ધ હોય. એની સાથે આપણે એ પણ નક્કી કરવું પડશે કે સુરક્ષાના માપદંડો જાળવી શકાય. સિસ્ટમ એવી હોવી જોઈએ કે જેનાથી દેખરેખ દૂર સુધી રાખી શકાય.

૧ હાઇડ્રોજન બસની કિંમતમાં ડીઝલથી ચાલતી છ સામાન્ય બસો ખરીદી શકાય

એક હાઇડ્રોજન બસની કિંમતમાં ડીઝલથી ચાલતી છ સામાન્ય બસો ખરીદી શકાય છે. આટલું જ નહીં, આ બસોનો જાળવણી ખર્ચ પણ વધુ છે. જોકે શહેરના બસ ઓપરેટર આ નવી બસો પર રોકાણ કરવા માટે તૈયાર છે. જોકે તેમણે કેટલીક શરતો મૂકી છે. બેલ્જિયમની બસ કંપની ડે લિયનના સીઈઓ રોજર કેસ્ટેલુટ કહે છે, હજી અમે પ્રાયોગિક દોરમાં છીએ, આર્િથક દૃષ્ટિએ પણ, પરંતુ અમને આશા છે કે કિંમતો નીચે આવશે.

આને કારણે અમારા કાફલામાં હાઇડ્રોજન બસોને સામેલ કરવાની સંભાવના છે. રિસર્ચ પણ ઇચ્છે છે કે હાઇડ્રોજન બસથી સંકળાયેલા સંશોધનમાં પૈસા લગાડવામાં આવે. જો આવું થાય તો હાઇડ્રોજન બસો રસ્તાઓ પર દોડવા લાગશે. શહેરોમાં વધેલા પ્રદૂષણને રોકવાની સાથે જ જીવાશ્મિ બળતણ પર નિર્ભરતાને ઓછું કરવાની દિશામાં આ એક મોટું પગલું સાબિત થઈ શકે છે.

બસ આખી હાઈબ્રિડ ફ્યૂઅલ સેલવાળી છે

બેલ્જિયમના સાર્વજનિક પરિવહનમાં હાઇડ્રોજનથી ચાલતી બસો સામેલ કરવાની તૈયારી થઈ રહી છે. વૈજ્ઞા।નિક ઉદ્યોગ જગત અને એન્જિયરોની મહેનતનું પરિણામ દેખાવા લાગ્યું છે. એટલા માટે કરવામાં આવેલું તેમનું પરીક્ષણ મોટાભાગે સફળ રહ્યું છે. હાઇડ્રોજનના બે અણુ ઓક્સિજનના એક અણુથી મળીને પીવાનું પાણી બનાવે છે.

આ પાણીથી હાઇડ્રોજનને અલગ કરીને એનાથી ઊર્જા હાંસલ કરવામાં આવતી હતી. હાઇડ્રોજનથી ઊર્જા હાંસલ કરવા માટે એને ઓક્સિજનને અલગ કરવી એક મોટી ખર્ચીલી કવાયત છે, જેને વૈજ્ઞા।નિકોએ દાયકાઓની મહેનત પછી કેટલીક હદ સુધી ઓછી કરવામાં સફળતા મેળવી છે.

બસોને હાઇડ્રોજનથી ચલાવવા માટે જરૂરી ફ્યૂઅલ સેલ એટલે કે એને ઊર્જા આપનારી બેટરી અથવા એને બનાવવા માટે વૈજ્ઞા।નિકોએ ઘણી મહેનત કરવી પડી છે. બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં એનો પ્રોટોકોલ ચલાવવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજર પાઉલ યેને જણાવ્યું હતું કે આ બસ કેવી રીતે કામ કરશે, એનો મુખ્ય ગુણ તો એ છે કે આ બસો હાઇબ્રિડ ફ્યૂઅલ સેલવાળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન