માઈક્રોસોફ્ટ જેવી કંપનીમાં પણ મહિલાઓ લૈંગિક ભેદભાવનો શિકાર - Sandesh
  • Home
  • World
  • માઈક્રોસોફ્ટ જેવી કંપનીમાં પણ મહિલાઓ લૈંગિક ભેદભાવનો શિકાર

માઈક્રોસોફ્ટ જેવી કંપનીમાં પણ મહિલાઓ લૈંગિક ભેદભાવનો શિકાર

 | 1:39 pm IST

દુનિયાભરની કંપનીઓમાંથી મહિલાઓ સાથે મતભેદની ફરિયાદો સામે આવે છે. પરંતુ માઈક્રોસોફ્ટ જેવી દુનિયાની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપનીમાં મોટા પાયે આ પ્રકારના મામલાઓ સામે આવવા એ ખરેખર આશ્ચર્યજનક બાબત છે. કંપની પર પગાર ન વધારવાથી લઈને પ્રમોશન ન આપવું, શારીરિક પ્રતાડના અને લિંગના આધારે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

આ તમામ મામલાઓને કોર્ટે જાહેર કર્યાં છે. જોકે માઈક્રોસોફ્ટે તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપો ફગાવી દીધા છે અને અત્યાર સુધીમાં આ પ્રકારનો માત્ર એક જ કેસ સામે આવ્યો હોવાનું જણાવ્યું છે.

માઈક્રોસોફ્ટમાં કામ કરનારી મહિલાઓએ 2010થી 2016 દરમિયાન લૈંગિક ભેદભાવની 118 ફરિયાદો નોંધાવી છે. જ્યારે કુલ 238 ફરિયાદો સામે આવી છે, જે કોર્ટના દસ્તાવેજોથી સામે આવી છે. માઈક્રોસોફ્ટ વિરૂદ્ધ ચાલી રહેલા કેસમાં ફરિયાદકર્તાઓના દસ્તાવેજો અનુંસાર મહિલા કર્મચારીઓએ પોતાની સાથે થઈ રહેલા પક્ષપાતપૂર્ણ વ્યવહાર સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં.

સિએટલ સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આગળ જઈને વધુ 8,600 મહિલાઓ પણ તેમાં શામેલ થઈ શકે છે. ફરિયાદકર્તાઓનું કહેવું છે કે એક જ પોસ્ટ પર એક સરખા પરફોર્મન્સ સાથે કામ કરનારા પુરૂષોને મહિલાઓની સરખામણીએ ઝડપથી પ્રમોશન મળ્યું છે. મહિલાઓની ફરિયાદોની સુનાવણી કરી રહેલી કોર્ટે કહ્યું હતું કે, કંપનીમાં મહિલાઓ સાથે થઈ રહેલો ભેદભાવ આશ્ચર્યજનક બાબત છે.

બીજી બાજુ માઈક્રોસોફ્ટના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, તમામ કર્મચારીઓની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તપાસ કરવા માટે કંપની એક નિષ્પક્ષ તથા મજબુત પ્રણાલી સ્થાપિત કરી છે. પરંતુ ફરિયાદકર્તાઓ દાવો કર્યો છે કે કર્મચારીઓને આ તપાસ પર કોઈ જ વિશ્વાસ નથી.