બેન સ્ટોક્સ મારમારીના કેસમાં કોર્ટમાં થયો હાજર, વકીલે લગાવ્યા ગંભીર આરોપ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • બેન સ્ટોક્સ મારમારીના કેસમાં કોર્ટમાં થયો હાજર, વકીલે લગાવ્યા ગંભીર આરોપ

બેન સ્ટોક્સ મારમારીના કેસમાં કોર્ટમાં થયો હાજર, વકીલે લગાવ્યા ગંભીર આરોપ

 | 12:37 pm IST

ઇંગ્લેન્ડનો ઓલ-રાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. સ્ટોક્સએ બીજી ઇનિંગમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ઝડપીને મેચને ઇંગ્લેન્ડના પક્ષમાં કરી દીધી હતી. આ મેચમાં સ્ટોક્સએ 5 વિકેટો લીધી હતી. સ્ટોક્સની સોમવારના રોજ ઇંગ્લેન્ડમાં બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટમાં ચર્ચિત બ્રિસ્ટલ વિવાદની સૂનાવણી શરૂ થઇ.

કોર્ટે સ્ટોક્સ સાથે સંકળાયેલા ઝઘડાના મામલામાં સૂનાવણી કરતા જણાવ્યું કે, ક્રિકેટરરને ખુબ જ ગુસ્સો આવી ગયો હતો. અને રોડ પર સર્જાયેલી લડાઇમાં બે લોકોને માર મારીને બેહોષ કરી નાંખ્યા હતાં. અભિયોજન પક્ષના વકિલ નિકોલસ કોર્સેલિસએ જ્યુરીને કહ્યું કે, સ્ટોક્સ બદલો, પ્રતિશોધ અથવા સજા આપવાના ઇરાદાથી કામ કરી રહ્યા હતા અને હિંસા સાથે જોડાયેલા હતાં.

એજબસ્ટનમાં પ્રથમ ટેસ્ટમાં ભારતના વિરૂદ્ધ ઇંગ્લેન્ડની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનારા 27 વર્ષના સ્ટોક્સએ આ મામલામાં રેયાન અલી અને રેયાન હેલના વિરૂદ્ધ પણ સૂનાવણી થઇ રહી છે. આ ત્રણેય એ ઝઘડો થયાના આરોપનું ખંડન કર્યું છે.

અભિયોજન પક્ષના વકીલે જણાવ્યું કે, ગત વર્ષે 25 સપ્ટેમ્બરે તેઓ પણ બ્રિસ્ટલ નાઇટક્લબમાં દારૂનું સેવન કરી રહ્યા હતાં. આ ઝઘડો રાત્રે 2 વાગે બહાર થયો. આરોપ લગાવવામાં આવ્યો છે કે, બધા એકબીજાને ધમકાવવા અને ગેરકાયદે હિંસાના કિસ્સામાં સામેલ હતા.

સ્ટોક્સ નહી રમે લૉર્ડમાં
સ્ટોક્સને ઇસીબી એ લૉર્ડસમાં યોજાનાર બીજી સેસ્ટમાં આ સૂનાવણીના કારણે શામેલ કરવામાં આવ્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે, સ્ટોક્સની અનુપસ્થિતિ લૉર્ડસ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમને કંટલાક અંશે કમજોર કરી શકે છે. સ્ટોક્સના સ્થાને ઇંગ્લેન્ડ ટીમમાં ક્રિસ વોક્સને સામેલ કરવામાં આવ્યો છે.