Ben Stokes apologize New Zealand Team after Winning World Cup
  • Home
  • Sports
  • Cricket
  • CWC2019: જાણો…વર્લ્ડ ચેમ્પિયન બનવા છતાં બેન સ્ટોક્સે NZ સામે કેમ માગી માફી?

CWC2019: જાણો…વર્લ્ડ ચેમ્પિયન બનવા છતાં બેન સ્ટોક્સે NZ સામે કેમ માગી માફી?

 | 11:57 am IST

રવિવારે લોર્ડસના મેદાન પર ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ રમાઈ હતી. જે ક્રિકેટના ઇતિહાસની સૌથી રોમાંચક ફાઇનલ હતી. બન્ને ટીમ વચ્ચે રમાયેલ 100 ઓવરની મેચ ટાઈ રહી. ત્યાર બાદ સુપર ઓવરમાં પણ મેચ ટાઈ રહી. જોકે આઈસીસીના નિયમ મુજબ ટીમ ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવી. પરંતુ વાસ્તવિતા જોવા જઈએ તો આ મેચમાં કોઈ જીત-હાર ન થતા બન્ને ટીમ વિનર છે.

ટીમ ઇંગ્લેન્ડને છેલ્લી ઓવરમાં જીત માટે 15 રનની જરૂર હતી. ઓવરની ત્રીજા બોલ પર છગ્ગો લગાવી બેન સ્ટોક્સે ત્રણ બોલમાં 9 રન સુધી સ્કોર પહોંચાડી દીધો. જ્યારે ચોથા બોલ પર સ્ટોક્સે મિડ વિકેટ બાઉન્ડ્રી પર શોટ માર્યો અને બે રન લીધા. જોકે બીજા રને ક્રીઝ પર પહોંચવા માટે તેને છલાંગ લગાવી આ દરમિયાન માર્ટિન ગુપ્ટિલે થ્રો કર્યો જે સ્ટોક્સના બેટથી ટકરાઈને બોલ બાઉન્ડ્રીને પાર ગયો. જેથી ઈંગ્લેન્ડની ટીમને કુલ છ રન મળ્યા. હવે 2 બોલમાં 3 રનોની જરૂર હતી.

આપને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડને મળેલા આ રન આઈસીસીના નિયમો હેઠળ યોગ્ય હતા. નિયમ મુજબ જો બોલ ઓવરથ્રો પર બાઉન્ડ્રીને પાર જાય(ભલે પછી બોલ અજાણતા બેટ પર લાગ્યો હોય) તો ઓવરથ્રોથી પહેલા લેવામાં આવલે રન અને બાઉન્ડ્રીના રન સાથે જોડાશે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન આ વાતથી ઘણો દુ:ખી થયો. વિલિયમનસને કહ્યું કે,‘આ ખૂબજ દુ:ખદ છે. આવા મહત્વના ક્ષણે આવું થવું દુરભાગ્યપુર્ણ છે. આશા કરું છે કે ભવિષ્યમાં એવું ક્યારે કોઈની સાથે ન થાય.’

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમનો હીરો બેન સ્ટોક્સે પણ ન્યૂઝીલેન્ડ સામે માફી માંગી. તેને કહ્યું કે,‘અંતિમ ઓવરમાં બોલ મારા બેટથી લાગીને બાઉન્ડ્રીને પાર ગયો. તમે ક્યારે એવું વિચાર્યું નહીં હોય. મે કેનથી આ મુદ્દે ઘણી વખત માફી માંગી છે. હું એવું કરવા ઇચ્છતો નહોતો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન