સ્ટોક્સે કહ્યું, “હું સુપર ઑવરમાં બેટિંગ માટે જવા નહોતો ઇચ્છતો, રૉયને મોકલવો હતો, પણ…”

ઇંગ્લેન્ડની જીતની સાથે જ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પૂર્ણ થઇ ગયો છે. હવે ઇંગ્લેન્ડ સહિત અન્ય દેશો પોતાની આગામી સીરીઝની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તેમ છતા વિશ્વ કપનો રંગ અને વિવાદ હજુ ઓછો થઇ રહ્યો નથી. વિશ્વ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને જીત અપાવનારો બેન સ્ટોક્સ તો હજુ પણ સુપર ઑવર યાદ કરી રહ્યો છે. તેણે કહ્યું કે હવે ક્યારેય પણ સુપર ઑવરનો ભાગ બનવા ઇચ્છતો નથી.
બેન સ્ટૉક્સે અણનમ 84 રન બનાવ્યા
ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ નિર્ધારિત 50 ઑવર બાદ ટાઈ રહી હતી. ત્યારબાદ બંને ટીમોની વચ્ચે સુપર ઑવર પણ બરાબરી પર પૂર્ણ થઇ. ઇંગ્લેન્ડે વધારે બાઉન્ડ્રી મારવાના આધારે ન્યૂઝીલેન્ડને હરાવ્યું અને પહેલીવાર વિશ્વ કપ જીત્યો. બેન સ્ટૉક્સે 241 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માટે અણનમ 84 રન બનાવ્યા. તે ત્યારબાદ સુપર ઑવરમાં પણ બેટિંગ કરવા માટે આવ્યો હતો. સ્ટોક્સે કહ્યું કે, “મારે શાવર રૂમમાં જવું પડ્યું હતુ અને પોતાને 5 મિનિટનો સમય આપવો પડ્યો હતો. હું નિશ્ચિત રીતે બીજીવાર બૉલિંગ નહોતો કરી શકવાનો.”
કેપ્ટન ઇયોન મૉર્ગનનાં કહેવા પર ગયો બેટિંગમાં
બેન સ્ટોક્સે કહ્યું કે, “તે જીત દરમિયાન મેદાન પર રડવા લાગ્યો હતો. મે માર્ક વૂડનાં ચશ્મા પહેર્યા હતા. મને લાગ્યું કે મે તેને તોડી દીધા છે.” સ્ટોક્સે કહ્યું કે તે સુપર ઑવરમાં બેટિંગ માટે નહોતો જવા ઇચ્છતો, પરંતુ કેપ્ટન ઇયોન મૉર્ગનનાં કહેવા પર તેણે આવ્યું કર્યું. સ્ટોક્સે કહ્યું, “મે કહ્યું હતુ કે આપણે જોસ બટલર અને જેસન રૉયને મોકલવા જોઇએ, પરંતુ મોર્ગને કહ્યું કે આપણે ડાબા અને જમણા બેટ્સમેનનું સંયોજન બનાવવાનું છે આ કારણે મને મોકલવામાં આવ્યો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન