Ben Stokes's Father Speaking About Loss Of New Zealand's Defeat
  • Home
  • Sports
  • Cricket
  • બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડને જીતાડ્યું, ન્યૂઝીલેન્ડ સમર્થક તેના પિતાએ કહી દીધી મોટી વાત

બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડને જીતાડ્યું, ન્યૂઝીલેન્ડ સમર્થક તેના પિતાએ કહી દીધી મોટી વાત

 | 10:41 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019ની ચેમ્પિયન ટીમ નક્કી થઇ ગઇ છે. 44 વર્ષ પછી ઇંગ્લેન્ડે આ ખિતાબ જીત્યો છે. ઇંગ્લેન્ડને આ લક્ષ્ય સુધી પહોંચાડવામાં બેન સ્ટૉક્સની ભૂમિકા મહત્વની રહી. સ્ટૉક્સનાં પ્રદર્શનની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી છે. જો કે તેના પિતા ઇંગ્લેન્ડની જીતથી નિરાશ છે, પરંતુ તેઓ પોતાના દીકરાનાં પ્રદર્શનથી ગદગદ છે.

બેન સ્ટોક્સનો જન્મ ન્યૂઝીલેન્ડની રાજધાની ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો

જણાવી દઇએ કે ઇંગ્લેન્ડનાં ક્રિકેટર બેન સ્ટોક્સનો જન્મ 4 જૂન 1991નાં રોજ ન્યૂઝીલેન્ડની રાજધાની ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો. 12 વર્ષની ઉંમરે તે ઇંગ્લેન્ડ આવી ગયો હતો અને અહી પર આવીને તેણે ક્રિકેટનો કક્કો શીખ્યો. મધ્ય ગતિનો ફાસ્ટ બૉલર અને બેટ્સમેન બન્યો. 28 વર્ષનાં બેન સ્ટોક્સે અત્યાર સુધી 52 ટેસ્ટ અને 95 વન ડે મેચ રમી છે. સાથે જ 23 ટી-20 મેચ રમવાનો પણ અનુભવ છે.

દીકરાનાં પ્રદર્શનથી ખુશ, ન્યૂઝીલેન્ડની હારથી નિરાશ પિતા

બેન સ્ટોક્સનાં પિતા આજે પણ ન્યૂઝીલેન્ડમાં રહે છે, જ્યારે બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડમાં વસી ચુક્યો છે. પિતા ગેરાર્ડ સ્ટૉક્સે એક વાત-ચીતમાં કહ્યું કે, તેમની ભાવનાઓ ન્યૂઝીલેન્ડ સાથે છે. તેઓ ઇચ્છતા હતા કે વર્લ્ડ કપની ટ્રૉફી ન્યૂઝીલેન્ડ ઉઠાવે, પરંતુ આવુ થયું નહીં. ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ચુકી ગઇ. ગેરાર્ડે કહ્યું, “હું ખરેખર બ્લેક કેપ્સ માટે નિરાશ છું. આ નિરાશાની વાત છે કે કોઈને ટ્રોફી વગર ફાઇનલમાંથી પરત ફરવું પડે. જો કે હું બેન સ્ટૉક્સનાં પ્રદર્શનથી ખુશ છું, પરંતુ હજુ પણ હું ન્યૂઝીલેન્ડનો સમર્થક છું.”

રોમાંચક ફાઇનલમાં વધારે બાઉન્ડ્રી મારવાનાં કારણે ઇંગ્લેન્ડનો વિજય

ઉલ્લેખનીય છે કે રવિવારનાં લૉર્ડ્સમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચ ઘણી જ રોમાંચક રહી. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત 50 ઑવરમાં 8 વિકેટે 241 રન બનાવ્યા હતા, જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 241 રન બનાવીને ઑલઆઉટ થઇ ગઇ. મેચનો નિર્ણય સુપર ઑવરમાં ગયો જેમાં ફરી બંને ટીમોએ બરાબરી કરી અને સુપર ઑવર ટાઇ થઇ. ત્યારબાદ વધારે બાઉન્ડ્રી મારવાનાં કારણે ઇંગ્લેન્ડને વિજયી જાહેર કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન