ભૂખ્યા પેટે 1 લસણની કળી ખાવાથી આ બિમારીથી મળશે છૂટકારો - Sandesh
NIFTY 10,964.05 +27.20  |  SENSEX 36,364.84 +41.07  |  USD 68.3300 -0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ભૂખ્યા પેટે 1 લસણની કળી ખાવાથી આ બિમારીથી મળશે છૂટકારો

ભૂખ્યા પેટે 1 લસણની કળી ખાવાથી આ બિમારીથી મળશે છૂટકારો

 | 5:11 pm IST

આયુર્વેદમાં લસણ માટે કહેવામાં આવે છે કે તેના સેવનથી તમે હંમેશા જવાન રહી શકો છો. સાથે કેટલીક બીમારીઓ જેમ કે બવાસીર, કબજિયાત, કાનનો દુખાવો, બ્લડ પ્રેશર, ભૂખ વધારવામાં કરવામાં આવે છે. લસણ એક મહત્વપૂર્ણ કુદરતી એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે. લસણનો ઉપયોગ ભોજનામાં સ્વાદ વધારવામાં પણ કરવામાં આવે છે. તેના ઉપયોગથી ખાવાનાનો સ્વાદ બદલાઇ જાય છે. પરંતુ તમે જાણો છો કે લસણની એક કળી આપણા શરીરને કેટલીક બિમારીઓથી બચાવે છે. જે તમારા ખાવાનાનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. જો તમે તેની એક કળીનું સેવન ભૂખ્યા પેટે કરશો તો તે તમારા શરીર માટે કોઇ અમૃતથી ઓછું નથી.

લસણના ફાયદા
કોલેસ્ટ્રોલને કરશે કંટ્રોલ
જો તમે ભૂખ્યા પેટે લસણનું સેવન કરશો તો તેનાથી કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

ભૂખ વધશે
જો તમને ઓછી ભૂખ લાગે છે તો લસણનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમને ઠીક કરે છે. જેનાથી તમારી ભૂખમાં વધારો થઇ શકે છે.ક્યારેક તમારા પેટમાં એસિડ બનવા લાગે છે. પરંતુ લસણનું સેવન કરવાથી પેટમાં એસિડ બનતું રોકી શકાય છે. જેનાથી તમને તનાવથી પણ રાહત મળી શકે છે.

દાંતનો દુખાવો
જો તમારા દાંતમાં દુખાવો થઇ રહ્યો છે તો લસણની એક કળી ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જેમા એન્ટીબેક્ટેરિઅલ અને દુખાવો દૂર કરવાના ગુણ રહેલા છે. જેથી દાંતમાં થતા દુખાવાથી રાહત મળી શકે છે. જેના માટે એક કળી પીસીને દાંતના દુખાવાની જગ્યા પર લગાવી શકો છો.

હાઇ બ્લડ પ્રેશર
તેનું સેવન કરવાથી ન ફક્ત બ્લડ સર્કુલેશન નિયમિત થાય છે. પરંતુ હૃદયથી સંબંધિત દરેક સમસ્યાઓને પણ દર કરી શકાય છે.

પેટની સમસ્યા
લસણ પેટ સંબંધી સમસ્યાઓ માટે ખૂબ ફાયદાકારક છે. સાથે જ તેનું સેવન કરવાથી પેટમાં રહેલા ઝેરી પદાર્થોને સાફ કરી શકાય છે. તેમજ પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.