ચહેરા પર આ રીતે લગાવો સિંધાલૂણ, ત્વચાની દરેક સમસ્યા થશે દૂર - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ચહેરા પર આ રીતે લગાવો સિંધાલૂણ, ત્વચાની દરેક સમસ્યા થશે દૂર

ચહેરા પર આ રીતે લગાવો સિંધાલૂણ, ત્વચાની દરેક સમસ્યા થશે દૂર

 | 1:59 pm IST

ચહેરો કેટલો પણ સુંદર કેમ ન હોય તેની પર પડેલા નિશાન કે ખાડા ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે. આ દાગને દૂર કરવા માટે યુવક-યુવતીઓ કેટલાક કેમિકલ્સ યુક્ત ક્રિમોનો ઉપયોગ કરે છે. આ ક્રિમોથી કેટલીક વખત ફાયદો થવાની જગ્યાએ નુક્શાન થવા લાગે છે. એવામાં રસોડામાં રહેલા સિંધાલૂણનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાઓથી છૂટરકારો મેળવી શકો છો. સિંધાલૂણના ઉપયોગથી ચહેરાના ખાડા પણ દૂર થાય છે. તેમજ ત્વચા પર દાગ દૂર કરે છે. તો આવો જોઇએ ત્વચાના દાગ-ધબ્બા દૂર કરવા માટે સિંધાલૂણનો ઉપયોગ કેવી રીતે કરાય.

સિંધાલૂણ અને ઓટમીલ
ચેહરા પર પડી ગયેલા ખાડાને દૂર કરવા માટે સિંધાલૂણ મીઠા અને ઓટમીલનો ફેસપેક બનાવો. આ ફેસપેક બનાવવા માટે ઓટમીલમાં સિંધાલૂણ મીઠુ, બદામ અને લીંબુનો રસ મિક્સ કરીને આ પેકથી ચહેરા પર હળવા હાથે સ્ક્રબ કરો. થોડાક દિવસ સુધી સતત આમ કરવાથી ચહેરા પરના ખાડા દૂર થશે.

સિંધા મીઠુ અને લીંબુ
એક ચમચી સિંધા મીઠામાં 2 ટીંપા લીંબુનો રસ ઉમેરી એક મિશ્રણ બનાવો. આ મિશ્રણને ચહેરા પર 5 મિનિટ લગાવીને તેને બરાબર રગડો. હવે થોડીકવાર બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં બે વખત સિંધા મીઠા અને લીંબુનો સ્ક્રબ લગાવવાથી ખીલ, બ્લેકહેડ્સ અને ડેડ સ્કિનની સમસ્યાથી રાહત મળી શકે છે.

સિંધા મીઠુ અને જૈતુન તેલ
ચહેરા પર ચમક લાવવા માટે સિંધા મીઠુ અને જૈતુનનું તેલ મિક્સ કરીને લગાવો. આ મિશ્રણને લગાવવાથી ચહેરા પર ખાડા પણ સહેલાઇથી ભરાઇ જશે. 10 મિનિટ સુધી હળવા હાથેથી સિંધા મીઠુ અને જૈતુનના તેલથી મસાજ કર્યા પછી ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો.

સિંધા મીઠું અને મધ
ગરમીની ઋતુમાં સન ટેનિંગની સમસ્યા થવી સામાન્ય છે. કાળી પડી ગયેલી ત્વચાને સાફ કરવા માટે મધ સૌથી સારો ઉપાય છે. સિંઘા મીઠામાં થોડૂક મધ ઉમેરીને તેને ચહેરા પર સ્ક્રબ કરો. જેનો અઠવાડિયામાં 2 વખત ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવવા લાગે છે.

સિંધા મીઠુ અને બદામ
કેટલાક લોકોની ચહેરાની ત્વચા ખૂબ ડ્રાય હોય છે. ત્વચાને સોફ્ટ બનાવવા માટે સિંઘા મીઠુ અને બદામનો ઉપયોગ ખૂબ ફાયદાકારક હોય છે. સિંધા મીંઠું ચહેરાની ખરાબ ત્વચાને બહાર નીકાળે છે અને બદામનું તેલ ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. આ બન્નેને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ બને છે.