શું તમને હેલમેટ પહેરવાનો આવે છે કંટાળો? તો વાંચી લો પહેલા તેના આ ફાયદાઓ - Sandesh
 • Home
 • Lifestyle
 • શું તમને હેલમેટ પહેરવાનો આવે છે કંટાળો? તો વાંચી લો પહેલા તેના આ ફાયદાઓ

શું તમને હેલમેટ પહેરવાનો આવે છે કંટાળો? તો વાંચી લો પહેલા તેના આ ફાયદાઓ

 | 11:06 am IST

તમે બધા જાણો છો કે, મોટાભાગના દેશોમાં ટુ વ્હિલર ચલાવવા માટે હેલમેટ પહેરવુ જરૂરી છે. તેમ છતા અનેક લોકો હેલમેટ પહેરવાનું ટાળતા હોય છે. એક રિસર્ચ અનુસાર હેલમેટ ન પહેરવા પાછળ તેમની આળસ અને શરમ જવાબદાર હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, જ્યારે પણ આપણા હેલ્થને લગતી કોઇ વાત આવે ત્યારે તેમાં કોઇપણ પ્રકારની શરમ કે શંકા ન હોવી જોઇએ.

જો કે તમને જણાવી દઇએ કે, કોઇ પણ અકસ્માત થાય ત્યારે હેલમેટ તમને થતી ઇજામાં 70 ટકા જેટલો ઘટાડો કરી દે છે જ્યારે બચવાની સંભાવનામાં 50 ટકા વધારો કરી દે છે. માથાની ઇજા એવી હોય છે જેમાં તમે જલદી જીવ ગુમાવી બેસો છો, માટે આવી બાબતોથી બચવું તમારા માટે ખુબ જ જરૂરી હોય છે. આમ, જો માથા સિવાય શરીરના બીજા કોઇ ભાગે ઇજા થાય તો તેની સારવાર કરી શકાય છે પરંતુ માથાની ઇજા ખૂબ જ પીડાદાયક હોય છે અને માથામાં થયેલી ઇજાથી મોટાભાગના લોકો મૃત્યુ પામે છે. તો જાણી લો તમે પણ હેલમેટ પહેરવાથી થતા આ ફાયદાઓ વિશે…

 • હેલમેટ પહેરવાથી માથા (Forehead)ના ભાગે થતી ઇજાથી બચી શકાય છે.
 • આ સાથે હેલમેટ પહેરવાથી માથાના પાછળના ઉપરના ભાગે ઇજા થતી નથી. જો માથાના આ ભાગે તમને ઇજા થાય છે, તો તેની સીધી અસર તમારી મેમરી પર થાય છે અને યાદશક્તિ પણ લોસ થઇ જાય છે. આ કારણોસર ક્યારેક-ક્યારેક તમારી આંખો અને હાથની વચ્ચે પણ Synchronizationમાં મુશ્કેલીઓ વધી શકે છે.
 • હેલમેટ પહેરવાથી તમે તમારી યાત્રાને સુરક્ષિત કરી શકો છો.
 • હેલમેટ પહેરવાથી બ્રેઇન સ્ટેમ ઈજા થતી નથી.
 • હેલમેટ પહેરવાથી ફેસ પર ઇજા ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે.
 • હેલમેટ પહેરવાથી બહારના પોલ્યુશનથી થતા નુકસાનથી પણ તમે બચી શકો છો
 • હેલમેટ પહેરવાથી રસ્તામાં પોલીસ હેરાન-પરેશાન નથી કરતી. જેથી કરીને આપણો મહત્વનો સમય બચી જાય છે.
 • હેલમેટ પહેર્યા પછી ગોગલ્સ પહેરવાની જરૂરિયાત નથી રહેતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન