NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • રાઇમાં રહેલા છે અનેક બ્યૂટી ફાયદા, જાણો અત્યારે

રાઇમાં રહેલા છે અનેક બ્યૂટી ફાયદા, જાણો અત્યારે

 | 2:07 pm IST

મોટાભાગના લોકો રાઇનો ઉપયોગ રસોડામાં કરતા હોય છે. રાઇથી ભોજનના સ્વાદમાં વધારો થાય છે. પણ શું તમે જાણો છો કે, રાઇ સ્વાદની સાથે-સાથે ઘણા બ્યૂટી ફાયદા પણ આપે છે. તો જાણી લો તમે પણ આવા જ કેટલાક ફાયદાઓ વિશે…

ગ્લોઇંગ સ્કિન
રાઇ એક નેચરલ સ્ક્રબ છે. જે સ્કિનને અંદરથી ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે. રાઇના કેટલાક દાણાને વાટી લો અને પછી તેમાં એંસેન્શિયલ ઓઇલ મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરો. હવે તેને હળવા હાથથી તમારા ચહેરા પર ઘસો અને પછી તેને 5 મિનિટ રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઇ લો. આમ, જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં બે વાર કરશો તો તમને તેનું પરિણામ મળી જશે.

ડ્રાય સ્કિન
સ્કિનને હાઇટ્રેટ કરવાનો સૌથી સરળ ઉપાય છે. 1 ચમચી રાઇ વાટીને તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. પછી તેને ચહેરા પર લગાવો અને બે મિનિટ સુધી રહેવા દો. બાદમાં ચહેરો ધોઇ લો.

કરચલીઓ દૂર કરે
રાઇ ફેસ પરની કરચલીઓને આસાનીથી દૂર કરી નાખે છે. આ માટે 1 ચમચી રાઇ વાટી લો અને તેમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો ધોઇ લો. અઠવાડિયામાં બે વાર આ પ્રોસેસ કરવાથી તમારા ફેસ પરની કરચલીઓ દૂર થાય છે.

લાંબા અને શાઇની વાળ
જો તમે ઈચ્છો છો કે, તમારા વાળ લાંબા અને શાઇની હોય તો રાઇ તમારા માટે બેસ્ટ છે. 2 ચમચી રાઇને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને વાટી લો. અને તેને તમારા સ્કેલ્પ પર લગાવો. હવે વાળને કોઇ પણ કપડાથી કવર કરી લો. 20 મિનિટ પછી શેમ્પૂ કરીને વાળ ધોઇ લો.

1