સ્વાદિષ્ટ ફુદીનો સ્કિન માટે છે અનેક રીતે ગુણકારી, જાણો તમે પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સ્વાદિષ્ટ ફુદીનો સ્કિન માટે છે અનેક રીતે ગુણકારી, જાણો તમે પણ

સ્વાદિષ્ટ ફુદીનો સ્કિન માટે છે અનેક રીતે ગુણકારી, જાણો તમે પણ

 | 7:10 pm IST
  • Share

મિન્ટ એટલે કે ફુદીનો, છેલ્લા કેટલાય દાયકાઓથી ભારતીય કિચનમાં વપરાતો આવ્યો છે. ફુદીનાની સુગંધ, એના ઔષધીય ગુણો અને ત્વચા માટેના ફાયદા તેમજ તાજગી આપનારો ટેસ્ટ લાજવાબ હોય છે. ફુદીનાનો મુખ્ય ગુણ ઠંડક આપવાનો છે. ઘણી કોસ્મેટિક તેમજ સ્કિન-કેર પ્રોડક્ટ્સ મિન્ટનો સમાવેશ કરવા લાગી છે ત્યારે જોઈએ મિન્ટ ત્વચા માટે કઈ રીતે કામ કરે છે.

આરામદાયક મિન્ટ બાથ
ઉનાળામાં તાજા ફુદીનાનો રસ અને ઠંડું પાણી મિક્સ કરીને કૂલિંગ ટોનર બનાવી શકાય છે જેનો ઉપયોગ ચહેરો ધોવા માટે કરી શકાય. એનાથી એક પગલું આગળ વધવું હોય તો સ્નાન કરવાના પાણીમાં ફુદીનાનાં પાનનો ઉમેરો કરવાથી દિવસભર તાજગીનો એહસાસ જળવાઈ રહેશે, કારણકે ફુદીનાની ઠંડક થાક અને વધુ પડતા પસીનામાં રાહત આપે છે.

ડાઘની સફાઈ
મિન્ટનાં ફેસ-પેક બજારમાં તૈયાર પણ મળી રહે છે. ચહેરા પર મિન્ટ એટલે કે ફુદીનાનું તેલ લગાવતાં ડાઘ અને ઉઝરડા દૂર થાય છે. સૂકા ફુદીનાનાં, લીમડાનાં અને તુલસીનાં પાનને એકસાથે પીસીને ફેસ-પેક માટે હર્બલ પેસ્ટ તૈયાર કરી શકાય. એક ચમચી જેટલા આ પાઉડરમાં એક ચપટી હળદર અને થોડાં ટીપાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો અને એને ચહેરા પરના ડાઘ પર લગાવો. હાથ કે પગ પરના ડાઘ પર પણ આ પેક ફાયદો કરશે.

એન્ટિ-એજિંગ ફેશ્યલ
વિટામિન-એથી ભરપૂર મિન્ટ ત્વચામાંથી ઝરતા તેલથી રાહત આપે છે અને સ્કિનને ટાઇટ કરે છે, જે ત્વચાને મુલાયમ રાખવામાં મદદરૂપ થાય છે. ત્વચાની લવચીકતા પાછી મેળવવા માટે ફુદીનાની પેસ્ટ અને એગ-વાઇટમાંથી બનેલું ફેસ-પેક ખૂબ ફાયદો કરે છે.

એન્ટિ-ફંગલ ગુણો
મિન્ટમાં રહેલું કુદરતી સેલસિલિક એસિડ ખીલ તેમજ ડાઘ માટે ખૂબ અસરકારક છે. ફ્રેશ ફુદીનાનો રસ અને કાચા પપૈયાનો રસ ત્વચાના ડાઘ, જંતુઓના ડંખ, તેમ જ ત્વચાના બીજા કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શનમાં રાહત આપે છે. આવી તકલીફોમાં એકલો ફુદીનાનો રસ પણ ખૂબ ફાયદો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન