માત્ર 7 દિવસ પીવો હિંગનું પાણી, અશક્ત શરીર પણ થઈ જશે તાજુંમાજું - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • માત્ર 7 દિવસ પીવો હિંગનું પાણી, અશક્ત શરીર પણ થઈ જશે તાજુંમાજું

માત્ર 7 દિવસ પીવો હિંગનું પાણી, અશક્ત શરીર પણ થઈ જશે તાજુંમાજું

 | 10:16 am IST

ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હિંગનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આ ઉપરાંત આયુર્વેદના ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હિંગ પેટની તકલીફો દૂર કરવા માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. હિંગને ખાસ પ્રકારના તેલ સાથે મીક્ષ કરી લેપ બનાવી અને શરીર પર લગાવવાથી પણ લાભ થાય છે. આજે જાણો આરોગ્ય માટે લાભદાયી એવી હિંગના પાણીના કેટલાક ઉપયોગો વિશે. આ પાણી માત્ર 7 દિવસ પીવાથી પણ કાયાકલ્પ થઈ શકે છે.

– હિંગવાળું પાણી ઉત્તમ ગર્ભનિરોધક દવા સાબિત થાય છે. આ ઉપરાંત પેટના રોગની સારવાર માટે પણ હિંગનું પાણી ઉપયોગમાં લઈ શકાય છે. જો લાંબા સમયથી શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી હોય તો એક ચમચી હિંગમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી નાક અને છાતિ પર રાત્રે લગાવી અને સૂઈ જવું.

– નિયમિત રીતે 7 દિવસ સુધી જો હિંગનું પાણી પીવામાં આવે તો પાચનશક્તિ મજબૂત થાય છે અને શરીરમાં બનતાં એસિડ દૂર થઈ જાય છે.

– હિંગનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. જેમને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે નિયમિત હિંગનું પાણી પીવું જોઈએ.

– હિંગનું પાણી પીવાથી હાડકાં મજબૂત થાય છે. આ ઉપરાંત શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. શરીરમાં પાણીની ઉણપ હોય તો તે પણ દૂર થઈ જાય છે.

– હિંગના પાણીનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીરમાંથી ઈન્ફેશન દૂર થઈ જાય છે અને શારીરિક નબળાઈ પણ દૂર થાય છે.