બજરંગ બાણના પાઠમાં છે અદ્ભુત શક્તિ, કોઈપણ મનોકામના થઈ શકે છે પૂર્ણ - Sandesh
NIFTY 10,379.35 +47.75  |  SENSEX 33,788.54 +161.57  |  USD 65.0175 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • બજરંગ બાણના પાઠમાં છે અદ્ભુત શક્તિ, કોઈપણ મનોકામના થઈ શકે છે પૂર્ણ

બજરંગ બાણના પાઠમાં છે અદ્ભુત શક્તિ, કોઈપણ મનોકામના થઈ શકે છે પૂર્ણ

 | 3:36 pm IST

ભગવાન શંકરના રુદ્રાવતાર હનુમાનજીને સંકટમોચન દેવતા મનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હનુમાનજી કળયુગમાં પણ જાગૃત એવા દેવતા છે. તેમની સાધના અને ઉપાસનાથી દુ:ખ અને ગ્રહ પીડા પણ દુર થઈ જાય છે. તેમની આરાધના માટે શ્રેષ્ઠ ઉપાય છે બજરંગ બાણનો પાઠ. આ પાઠ કરવાથી કોઈપણ પ્રકારની દેહ પીડા, કષ્ટ, ભય, દરિદ્રતા, ભુત-પ્રેતની બાધાઓથી છુટકારો મળી જાય છે. ઉપરાંત સાંસારિક કામનાઓની પુર્ણ થાય છે. નિયમિત બજરંગ બાણનો પાઠ કરનાર વ્યક્તિ ભયરહિત અને વિશ્વાસથી ભરાય જાય છે. કોઈને કહી ન શકાય કે ન સહી શકાય એવી સ્થિતીમાં ફસાયા હોય, અથાગ પ્રયત્નો છતાં ન મળતો હોય કોઈ માર્ગ ત્યારે ‘રામ દુહાઈ’ આપી કરો કષ્ટભંજન દેવને અરજ કરવાથી કોઈપણ સમસ્યાનો અંત આવી જાય છે. જો કે આ પાઠ કરો ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

– આ પાઠ કરવાની શરૂઆત મંગળવાર અથવા શનિવારે કરવી.
– સ્નાનાદિ કર્મ કરી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સામે આસન પાથરી અને બેસવું.
– પાઠ કરવાનો હોય તેના આગલા દિવસે ઘઉં, ચોખા, મગ, અડદ, કાળા તલ પલાળી દેવા અને બીજા દિવસે તેને પીસીને તેમાંથી દીવો તૈયાર કરવો.
– આ દિવાની વાટ માટે પોતાની ઊંચાઈ બરાબર લાલ દોરો લેવો અને તેમાંથી દિવાની વાટ બનાવવી. જો લાલ દોરો ન હોય તો સુતરનો દોર લઈ તેને લાલ રંગથી રંગી લેવો.
– દિવામાં સુગંધિત તેલ ઉમેરવું અને ગુગળની અગરબત્તી અથવા ધૂપ કરી બજરંગ બાણનો પાઠ કરવો.
– આ પાઠ કરો તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું.