કેળુ ખાવાથી આ 5 હેલ્થ સમસ્યાઓમાંથી મળે છે મોટી રાહત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • કેળુ ખાવાથી આ 5 હેલ્થ સમસ્યાઓમાંથી મળે છે મોટી રાહત

કેળુ ખાવાથી આ 5 હેલ્થ સમસ્યાઓમાંથી મળે છે મોટી રાહત

 | 4:00 pm IST

માત્ર સફરજન જ નહીં પરંતુ દિવસમાં બે કેળા પણ તમને ડોક્ટરથી દૂર રાખી શકે છે. તમને જણાવી દઇએ કે, કેળા ખાવાથી કોઈ જાડું થતું નથી માત્ર આ એક માન્યતા છે. કેળું ખાવાથી તરત જ એનર્જી મળે છે. કેળામાં ફાઈબર અને ત્રણ જાતની શૂગર હોય છે જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.

ડિપ્રેશન
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ડિપ્રેશનના દર્દી જ્યારે કેળા ખાય છે તો તેમને આરામ મળે છે. હકીકતમાં કેળામાં પ્રોટીન હોય છે જે તમને રિલેક્સ અનુભવ કરાવે છે અને તમારા મૂડને પણ ઝડપથી સારું કરે છે. કેળામાં વિટામિન બી6 પણ હોય છે જેના કારણે શરીરમાં બ્લડ ગ્લૂકોઝ લેવલ સારું રહે છે.

બ્લડ પ્રેશર
કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે અને મીઠાની માત્રા ઓછી હોય છે જેના કારણે કેળાનું સેવન કરવાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.

મોર્નિંગ સિકનેસ
જો તમને ભોજન કર્યા બાદ પણ ભૂખ લાગે છે તો તમારે કેળું અવશ્ય ખાવું જોઈએ. આનાથી તમારું બ્લડ શૂગર લેવલ સામાન્ય રહે છે જેથી સવારમાં લાગતો થાક વગેરેથી તમે બચી શકો છો.

કબજીયાત
જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો કેળું તમારા માટે ઉત્તમ સાબિત થઇ શકે છે. દિવસમાં બે કેળા ખાઓ અને પછી જુઓ ફાઇબર હોવાને કારણે તમારી આ સમસ્યા કેટલી ઝડપથી દૂર થાય છે.

છાતીમાં બળતરા કે એસિડ બનવું
જો તમને એસિડિટી થઈ રહી છે અને છાતીમાં બળતરા પણ થાય છે તો કેળાનું સેવનિ તમારી આ તકલીફને દૂર કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન