અનેક સમસ્યાનો તોડ છે કાળી હળદર, આ રીતે સિદ્ધ કરી કરો ઉપયોગ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • અનેક સમસ્યાનો તોડ છે કાળી હળદર, આ રીતે સિદ્ધ કરી કરો ઉપયોગ

અનેક સમસ્યાનો તોડ છે કાળી હળદર, આ રીતે સિદ્ધ કરી કરો ઉપયોગ

 | 12:12 pm IST

પીળી હળદરનો ઉપયોગ તો મસાલા તેમજ ઔષધિ તરીકે કરવામાં આવે જ છે. પરંતુ શું તમે જાણો છો કે કાળી હળદર પણ અત્યંત ઉપયોગી છે? આ હળદરનો ઉપયોગ જ્યોતિષીય ઉપાય માટે કરવામાં આવે છે. કાળી હળદરને ધન અને બુદ્ધિની કારક માનવામાં આવે છે. આ હળદર અનેક પ્રકારના ખરાબ પ્રભાવને ઘટાડી શકે છે. આ હળદરને સિદ્ધ કર્યા પછી તેનો ઉપયોગ કરવાથી ચમત્કારી પરીણામનો અનુભવ કરી શકાય છે. તો જાણી લો તેને સિદ્ધ કરવાની રીત.

આ રીતે સિદ્ધ કરવી કાળી હળદર
કોઈપણ માસની આઠમના દિવસે સૂર્યોદય પહેલા ઊઠી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા. મંદિરમાં પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું અને કાળી હળદરની ગાંઠની ધૂપ-દીપ કરી પૂજા કરવી. પૂજા પછી “ઓમ હ્રીં સૂર્યાય નમ:” મંત્રનો 108 વાર જાપ કરવો. આ પૂજા કરતી વખતે એવી રીતે બેસવું કે જેમાં સૂર્યપ્રકાશ તમારા પર આવતો હોય. આવી રીતે પૂજા અને માળા બીજી આઠમ સુધી કરવી. આ વિધિ બાદ હળદર સિદ્ધ થઈ જાય છે અને તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે.

કાળી હળદરના ઉપાય
– કાળી હળદરના 7થી 9 દાણા બનાવો અને તેને દોરામાં પરોવી માળા બનાવો. આ માળાને ગુગળનો ધૂપ આપી અને શુભ મુહૂર્તમાં તેને ધારણ કરવી . આ માળા તમને સંકટ અને ખરાબ નજરથી બચાવશે.
– કોઈ ખાસ કામ માટે જવાનું હોય અને તેમાં સફળતા પ્રાપ્ત કરવી જ હોય તો કાળી હળદરનું તિલક કરીને બહાર નીકળવું.
– જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય તો ગુરુવારે ઘઉંનો લોટ, પલાળેલી ચણાની દાળ, ગોળ અને કાળી હળદરનો પાવડર મીક્ષ કરી અને લાડુ બનાવવા. આ લાડૂને તે વ્યક્તિના માથા પરથી સાત વખત ઉતારી અને ગાયને ખવડાવી દો.
– જો ઘરમાં પૈસા ટકતાં ન હોય તો મહિનાના પહેલા શુક્રવારે ચાંદીની નાની ડબ્બીમાં કાળી હળદર, નાગકેસર તેમજ સિંદૂર રાખી અને તેને મંદિરમાં માતા લક્ષ્મીના ફોટા સામે રાખી દેવી. સાંજના સમયે કોઈપણ શુભ મૂહુર્તમાં આ ડબ્બીને તિજોરીમાં મુકી દેવી.
– સિદ્ધ કરેલી કાળી હળદરને કાળા કપડામાં બાંધી અને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવી. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા નહીં પ્રવેશે અને સુખ-શાંતિ જળવાઈ રહેશે.