નાનકડું કપૂર વાળ સહિત ત્વચાની દરેક સમસ્યા કરશે દૂર - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • નાનકડું કપૂર વાળ સહિત ત્વચાની દરેક સમસ્યા કરશે દૂર

નાનકડું કપૂર વાળ સહિત ત્વચાની દરેક સમસ્યા કરશે દૂર

 | 3:28 pm IST

કપૂરનો ઉપયોગલ દવાઓ, સુગંધ અને જીવ-જંતુઓને દૂર રાખવા માટે કરવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે બ્યુટીથી જોડાયેલી કેટલીક પરેશાનીઓને દૂર કરી શકાય છે. કપૂરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જે કેટલીક મુશ્કેલીઓને દૂર કરવામાં સહાયક છે. વધતા પ્રદુષણથી ત્વચાની કેટલીક સમસ્યાઓ થાય છે. આ પરેશાનીથી રાહત મેળવવા માટે લોકો બજારમાંથી અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેનાથી સાઇડ- ઇફેક્ટ થઇ જાય છે. એવામાં કપૂરના ઉપયોગથી દરેક સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

ખંજવાળથી રાહત
ગરમીમાં વધારે પરસેવો થવાના કારણે કેટલાક ભાગમાં ખંજવાળ આવવા લાગે છે. આ પ્રકારની સમસ્યાથી રાહત મેળવવા માટે કપૂરનો ઉપયોગ કરો. સૌ પહેલા કપૂરના 1 ટૂકડાને પાણીમાં મિક્સ કરીને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવો. આ રીતે કપૂરનો ઉપયોગ કરવાથી થોડાક દિવસમાં જ ખંજવાળની સમસ્યાથી રાહત મળશે.

દાઝી ગયેલા નિશાન
કપૂરના ઉપયોગથી દાઝી ગયેલા નિશાન સહેલાઇથી દૂર કરી શકાય છે. નિશાનને દૂર કરવા માટે કપૂરને પાણીમાં ઉમેરીને તે જગ્યા પર લગાવો. થોડાક દિવસ આ પાણીને લગાવવાથી સહેલાઇથી ઇજા થયેલી અને દાઝી ગયેલાના નિશાન દૂર થઇ જાય છે.

ફૂગ
હાથ અને પગને વધારે સમય સુધી પાણીમાં રાખવાથી સફેદ રંગની ફૂગ થઇ જાય છે. જેનાથી કેટલીક વાર સંક્રમણ પણ થઇ શકે છે. ફૂગને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરી શકો છો.

ખીલ
ચહેરા પર ખીલ થવા સામાન્ય સમસ્યા છે. તેનાથી કેટલીક વખત ચહેરા પર દાગ-ધબ્બા પડી જાય છે. જે જોવામાં ખૂબ ખરાબ લાગે છે. રાત્રે સૂતા પેલા કપૂરના તેલને ખીલ પર લગાવવું તેમજ સવારે ઉઠતાની સાથે નવશેકા પાણીથી ચહેરો ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના ખીલ ઝડપથી દૂર થાય છે અને રાહત મળી શકે છે.

ફાટેલી એડી
કપૂરનો ઉપયોગ કરવાથી થોડાક દિવસમાં ફાટી ગયેલી એડીઓથી રાહત મળી શકે છે. પાણીમાં થોડૂક કપૂર ઉમેરી પગને થોડાક સમય માટે તે પાણીમાં ડૂબાડી રાખો. તે બાદ પગમાં ક્રીમ લગાવી લો. આમ કરવાથી ફાટી ગયેલી એડીની સમસ્યા દૂર થાય છે.

ભરાવદાર વાળ
કપૂરના તેલમાં દહીં ઉમેરી એક મિશ્રણ તૈયાર કરી લો. હવે આ મિશ્રણને થોડા સમય માટે વાળ પર લગાવી રાખો. તે બાદ વાળને ઠંડા પાણીથી ધોઇ લો. મહીનામાં 3 વખત આ પેસ્ટને વાળ પર લગાવવાથી વાળ ભરાવદાર થશે સાથે જ વાળની લંબાઇ પણ વધી જશે.

ખરતા વાળ
કપૂરના તેલને નારિયેળના તેલમાં મિક્સ કરીને લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. થોડાક દિવસ સતત તેને વાળ પર લગાવવાથી વાળની લંબાઇ વધવા લાગશે અને ખરતા વાળની સમસ્યાથી રાહત મળી શકે છે.