જાણો તાળી વગાડવાથી આ બિમારીઓથી મળશે છૂટકારો - Sandesh
  • Home
  • Health & Fitness
  • જાણો તાળી વગાડવાથી આ બિમારીઓથી મળશે છૂટકારો

જાણો તાળી વગાડવાથી આ બિમારીઓથી મળશે છૂટકારો

 | 5:42 pm IST

આજે અમે તમારા માટે એક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ જે જાણીને તમને અજીબ લાગશે. તમે બિમારીથી મુક્ત થવા માંગો છો તો આ ઉપાય અપનાવો.તાળી વગાડવાથી તમે કેટલીક બિમારીથી રાહત મેળવી શકો છો. તાળી વગાડવાથી આપણા શરીરને ખૂબ ફાયદો થાય છે. તાળી ખુશીના સમયે કે ઉત્સવના સમયે ઉત્સાહિત કરવા તેમજ પોતાની ખુશી વ્યક્ત કરે છે.

તાળી વગાડવાથી આપણા કોઇને કોઇ એક્યુપ્રેશર પોઇન્ટ્સ દબાઇ છે તો આવો જોઇએ કયા કયા પોઇન્ટ્સ છે. હેન્ડ વેલ્લી પોઇન્ટ, અંગૂઠાની નીચે રહેલા પ્રેશર પોઇન્ટ, કાંડુ, ઇનર ગેટ પોઇન્ટ, અંગૂટાના નખ પર રહેલા પોઇન્ટ દબાય છે. આપણાં શરીરમાં આશરે 340 પોઇન્ટ હોય છે. જેમાથી 29 પોઇન્ટ્સ આપણા હાથમાં હોય છે. ફક્ત હાથથી તાળી વગાડીને જ નહીં પરંતુ આ પોઇન્ટ્સને દબાવીને પણ શરીરના કેટલાક દુખાવા તેમજ બિમારીઓથી બચી શકાય છે. જો તમે એક દિવસમાં 1500 વખત તાળી વગાડશો તો તમે સ્વસ્થ રહી શકો છો.

• તાળી વગાડવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થઇ જાય છે. કારણકે આજકાલના સમયમાં કેટલાક લોકો કોલેસ્ટ્રોલની બિમારીથી પીડિત છે જેના કારણથી આપણા શરીરમાં બિમારીમાં વધારો થાય છે. તાળી વગાડવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછુ થવાની સાથે શરીરમાં રક્ત સંચાર પણ સારું રહે છે. સાથે નસ અને ધમનીઓમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ સહિતની બિમારીઓ દૂર થાય છે.
• તાળી વગાડવાથી હૃદય સંબંધિત કેટલીક બિમારીઓ પણ સારી થઇ જાય છે. જેનાથી હૃદયની કાર્યક્ષમતા વધી જાય છે. હૃદયની ધમનીઓમાં રક્ત પ્રવાહ યોગ્ય રીતે થાય છે. જેનાથી હાર્ટ એટેક જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તાળી વગાડવાથી હૃદયની સાથે લિવર તેમજ ફેફસાથી જોડાયેલી નસો માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તાળી વગાડવાથી દરેક નસો યોગ્ય રીતે કાર્ય કરે છે.
• તાળી વગાડવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. જેથી જેટલું થઇ શકે તાળી વગાડતા રહેવું જોઇએ અને ખુશ રહે છે. તો બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત મળી શકે છે.
• તાળી વગાડવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેનાથી આપણે બિમાર પડતા નથી. કારણકે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધવાથી શરીરમાં રહેલી સફેદ કોશિકાઓ મજબૂત બને છે. જે આપણા શરીરને દરેક બિમારીથી બચાવે છે.
• તે સિવાય આપણા શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ યોગ્ય રહે છે અને ઓક્સિજન ફેફસા સુધી સહેલાઇથી પહોંચી શકે છે. જેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે.
• જો આપણે ભોજન બાદ દરરોજ એક કલાક તાળી વગાડીએ તો તેનાથી આપણા શરીરમાં ગરમી પેદા થાય છે અને જેનાથી આપણા હાથ તેમજ પગમાં પરસેવો થાય છે. જેનાથી શરીરની ગંદકી બહાર નીકળી આપણાને સ્વસ્થ રાખે છે.