નારિયેળ પાણી પીવાથી થાય છે આ 5 મોટા ફાયદાઓ, જાણો તમે પણ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • નારિયેળ પાણી પીવાથી થાય છે આ 5 મોટા ફાયદાઓ, જાણો તમે પણ

નારિયેળ પાણી પીવાથી થાય છે આ 5 મોટા ફાયદાઓ, જાણો તમે પણ

 | 3:32 pm IST

નારિયેળ પાણી તરસ છીપાવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને એની સાથે એની સારી વાત એ છે કે, તે કુદરતી અને પૌષ્ટિકતાથી ભરપૂર છે. નારિયેળ મૂત્રાશય શોધક, પુષ્ટિકારક, રક્તશોધક હોય છે. સૂકા નારિયેળના તેલની માલિશ કરવાથી પણ હેલ્થને ખૂબ જ લાભ થાય છે.

1. અલગ અલગ ચામડીનાં રોગોમાં નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને કપૂર સાથે લેપ કરવાથી લાભ જોવા મળતો હોય છે.
2. નારિયેળ પાણી શૂગર લેવલને ઓછું કરતું હોવાથી ડાયાબિટીસમાં પણ ખૂબ ગુણકારી છે. નારિયેળ કિડની અને પથરીમાં અસરકારક હોવાથી તમામ રોગોમાં ફાયદાકારક છે. નારિયેળનું પાણી હાઈ બીપીને કંટ્રોલ કરતું હોવાથી બીપીના દર્દીઓ માટે નારિયેળ આશીર્વાદ સમાન છે.
3. નારિયેળ આપણને સ્થૂળતાથી પણ બચાવે છે. વૈજ્ઞાનિકો અનુસાર એક સ્વસ્થ વ્યસકના ભોજનમાં નિયમિત 15 મિલીગ્રામ જિંક હોવું જરૂરી છે જેનાથી સ્થૂળતા રોકાઈ શકે છે. તાજા નારિયેળમાં ઝિંક ભરપૂર હોવાથી આનું સેવન કરવાથી બેડોળ શરીર અને સ્થૂળતામાં ઘટાડો જોવા મળે છે.
4. નારિયેળનું પાણી શરીરને ઠંડું રાખે છે અને શરીરના તાપમાનને યોગ્ય બનાવી રાખવામાં ખૂબ મદદ કરે છે. નારિયેળનું પાણી ઊર્જાનું મુખ્ય સ્ત્રોત હોવાથી કસરત કર્યા પછી આનું પાણી પીવાથી લાભ મળતો હોય છે.
5. જો તમે સુંદર અને ગોરું સંતાન થાય તેમ ઈચ્છતા હોવ તો ગર્ભાવસ્થા દરમિયાન 3-4 ટૂકડા નારિયેળના દરરોજ ચાવીને ખાવાથી ચોક્કસ તમને રિઝલ્ટ મળશે.