NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • રસોઇ બનાવવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

રસોઇ બનાવવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

 | 1:51 pm IST

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જે લોકો જાતે જમવાનું બનાવે છે તે લોકો વધારે ખુશમિજાજ હોય છે. તમને ખબર છે કેમ? હકિકતમાં આ રીત તણાવ ઓછો કરવામાં અસર કરે છે. આમ પણ ખાવાનું બનાવવું એ એક કળા છે. આ કળામાં જો તમે માહિર હોવ તો તમે આત્મનિર્ભર બની શકો છો.

જો કે વૈજ્ઞાનિકો પણ માને છે કે, પોતાના સ્વભાવને વ્યક્ત કરવા માટે કુકિંગ એક ઉત્તમ ઉપાય છે. પોતાની પસંદનું જમવાનું બનાવીને કોઈપણ સમયે ખાવાથી તમને ખુશી મળે છે. આવી કળા તમારામાં હોય તો પરિવાર અને મિત્રો તમારા દિવાના બની જાય છે અને હોટલોનું હજારોનું બીલ પણ તમે બચાવી શકો છો.

હા, એ છે કે ઘરે જમવાનું બનાવામાં સમય લાગે છે પરંતુ તે તમને સંતોષ આપે છે. આ સમયે તમે પોતાની જાતમાં આત્મવિશ્વાસ વધારી શકો છો. અંકો પ્રમાણે કુકિંગ જેને ગમતું હોય તેવા વ્યક્તિએ કુકિંગમાં જ પોતાનું કરિયર બનાવવુ જોઇએ.