સ્વાસ્થ્યની આ 5 સમસ્યા માટે ફાયદાકારક છે 'કોથમીર' - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • સ્વાસ્થ્યની આ 5 સમસ્યા માટે ફાયદાકારક છે ‘કોથમીર’

સ્વાસ્થ્યની આ 5 સમસ્યા માટે ફાયદાકારક છે ‘કોથમીર’

 | 2:04 pm IST

કોથમીર ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમા ઔષધીય ગુણ રહેલા છે. જે શરીરને સ્વસ્થ અને બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. તેમા પ્રોટીન, વસા, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ, આર્યન સહિતના પોષક તત્વ રહેલા છે. લીલી કોથમીર પેટની સમસ્યાઓને દૂર કરી પાચન શક્તિ વધારે છે. આવો જોઇએ કઇ-કઇ સમસ્યાઓને દૂર કરે છે કોથમીર..

આંખ માટે ફાયદાકારક
કોથમીરમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં રહેલા છે જે આંખોની દ્રષ્ટિ માટે ખૂબ જરૂરી છે. જે બાળકોની આંખોની રોશની ઉંમરથી પહેલા કમજોર થઇ જાય છે તે લોકો માટે કોથમીર ખૂબ ફાયદાકારક છે.

પાચન શક્તિ મજબૂત
લીલી કોથમીર પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી પેટની સમસ્યાઓને રાહત મળે છે. કોથમીરના પાન છાશમાં મિક્સ કરીને પીવાથી અપચાની સમસ્યાથી રાહત મળે છે. પેટમાં દુખાવો થવા પર અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી કોથમીર ઉમેરીને પીવાથી ફાયદો મળે છે. પાચનતંત્ર મજબૂત કરવા માટે લીલી કોથમીર, લીલા મરચાં, નારિયેળ અને આદુની ચટણી બનાવીને ખાઓ.

મસ્સા દૂર કરે
મસ્સાની સમસ્યાથી આજકાલ કેટલાક લોકો પીડાય છે. આ સમસ્યા ચહેરા પર, પીઠ પર વધારે થાય છે. મસા દૂર કરવા માટે કોથમીર અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેની પેસ્ટ બનાવીને મસા પર લગાવવાથી મસા દૂર થાય છે.

કમજોરી દૂર કરે
જ્યારે પણ તમને થાકનો અનુભવ થઇ રહ્યો છે કે ચક્કર આવી રહ્યા છે તો તમે કોથમીરનો જ્યૂસ બનાવીને પી શકો છો. તેને બનાવવા માટે કોથમીરના જ્યૂસમાં 10 ગ્રામ ખાંડ તેમજ પાણી મિક્સ કરીને બનાવો.

શ્વાસમાં તકલીફ
શ્વસન રોગ જેવા કે શ્વાસ ચઢવો જેવી બીમારી માટે કોથમીર ખૂબ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવા માટે કોથમીર અને ખાંડને યોગ્ય પ્રમાણમાં લઇને પીસી લો. તેની એક ચમચી દર્દીને પાણી સાથે પીવડાવો.