NIFTY 10,303.15 -47.00  |  SENSEX 33,218.81 +-151.95  |  USD 64.9500 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • કોફી પીવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

કોફી પીવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

 | 1:44 pm IST

એક સંશોધનથી જાણવા મળ્યું છે કે દિવસમાં ત્રણ વાર કોફી પીવાથી ઉંમરમાં વધારો થાય છે. યુરોપના ૧૦ દેશોના લગભગ પાંચ લાખ લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં ૩૫ વર્ષથી વધારે ઉંમરવાળા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જર્નલ એનલ્સ ઓફ ઇન્ટરનેશનલ મેડિસિનમાં છપાયેલા સંશોધન પ્રમાણે એક કપ વધુ કોફી પીવાથી માણસની આયુ લાંબી થઈ શકે છે. ભલે પછી આ કોફી ડિકેફિનેટેડ (કેફિન કાઢેલી) જ કેમ ન હોય.

ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર એન્ડ ઇમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકોનું કહેવું છે કે વધુ કોફી પીવાથી હૃદય અને આંતરડાંની બીમારીથી મરવાનું જોખમ ઓછું થઈ જાય છે. યુનિર્વિસટી ઓફ કેમ્બ્રિજના પ્રોફેસર સર ડેવિડ સ્પીગલહાલટર પ્રમાણે જો કોફીના કારણે મૃત્યુના દરમાં ઘટાડાની ગણતરી કરવામાં આવે તો એક કપ વધુ કોફી દરરોજ પીવાથી પુરુષોની ઉંમર ત્રણ મહિના વધી શકે છે, જ્યારે મહિલાઓનું આયુષ્ય સરેરાશ એક મહિનો વધી જાય છે.

આ સંશોધન એકદમ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે, પણ એનો અર્થ એવો નથી કે એમાં કોઈ ભૂલ ન થઈ હોય. આ સંશોધન એ નથી જણાવી શકતું કે કોફીમાં એવું કયું જાદુઈ તત્ત્વ છે જેનાથી ઉંમરમાં વધારો થઈ શકે છે. કેટલાક વિશેષજ્ઞોએ આ સંશોધનના પરિણામ પર શંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ દાવા સાથે નથી કહી શકાતું કે કોફીના કારણે જ આમ થયું છે કે પછી કોફી પીવાવાળા લોકોની સ્વસ્થ જીવનશૈલીને કારણે.