ચોમાસાની સિઝનમાં કેળા ખાવાના TOP 5 ફાયદાઓ, જે તમને નહિં જ ખબર હોય - Sandesh
  • Home
  • Health & Fitness
  • ચોમાસાની સિઝનમાં કેળા ખાવાના TOP 5 ફાયદાઓ, જે તમને નહિં જ ખબર હોય

ચોમાસાની સિઝનમાં કેળા ખાવાના TOP 5 ફાયદાઓ, જે તમને નહિં જ ખબર હોય

 | 2:13 pm IST

ચોમાસાની સિઝનમાં આસાનીથી બજારમાં મળતુ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે કેળુ, પરંતુ આપણે કેળાને માત્ર ફળ તરીકે જ ખાઈ લઈએ છીએ તેનાથી થતા ફાયદા વિશે ઓછું વિચારીએ છીએ. તો આજે આપણે જોઈએ કેળા ખાવાના ફાયદાઓ વિશે..

– એસિડિટીને નિયંત્રિત કરે
જ્યારે પણ તમને એસીડીટી થાય તો કેળાનુ સેવન કરો. આ ઝડપથી કાર્ય કરે છે કારણ કે કેળુ એક ઠંડુ ફળ છે.

– અલ્સરનો ઉપચાર
તણાવ અને ખાવાની ખરાબ આદતોને કારણે થનારા ચાંદામાં કેળાનો ઠંડો પ્રભાવ ખૂબ રાહત અપાવે છે.

– એથલીટ્સ માટે શાનદાર
કેળા પાચન યોગ રૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ ઉપલબ્ધ કરાવે છે જે બ્લડ શુગર નથી બનવા દેતા. જેથી એથલીટ્સ માટે કસરત પહેલા શ્રેષ્ઠ ખાદ્ય વિકલ્પ છે. કેળામાં કેલ્શિયમ રહેલું છે જે એક્ટિવ લોકો માટે જરૂરી ખનીજ છે.

– હ્રદયની રક્ષા કરે
કેળામાં રહેલું પોટેશિયમ હ્રદય અને રક્ત વાહિનીયો માટે ખૂબ ફ્રેંડલી ખનિજ છે. કારણકે આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સહાયક હોય છે.

– એક સારો નાસ્તો
બાળકોએ અને અન્ય વયસ્કોએ સવારના સમયે બનાના શેક, બનાના સ્મુધી. બનાના વિથ સીરિયલ્સનુ સેવન કરવુ જોઈએ, કારણકે આ સવાર માટે જરૂરી તત્વ પુરા પાડે છે. જેમાં કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ્રસ, નેચરલ પ્રોટીન્સ, ફેટ્સ અને જરૂરી વિટામિન્સ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન