benefits of gargling salt water Gargling with Salt water
  • Home
  • Health & Fitness
  • કોરોના સંક્રમણને અટકાવવાની ઔષધિ તમારા રસોડામા જ, વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

કોરોના સંક્રમણને અટકાવવાની ઔષધિ તમારા રસોડામા જ, વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

 | 5:40 pm IST

સર્દી-ઉધરસથી બચવા માટે સામાન્ય રીતે આપણે મીઠાના કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ આ પ્રયોગ તમને કોરોના વાયરસથી પણ બચાવી શકે છે. એડિનવર્ગ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધ બાદ આ વાતની પુષ્ટી કરી છે.

તેમના અનુસાર, મીઠાના પાણીથી સતત કોગળા કરવાથી બચાવ તો થાય જ છે, પરંતુ દર્દીઓને પણ આ આપવામા આવે તો તેમના ખુબ જ જલ્દી સ્વસ્થ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે. જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત અધ્યયન અનુસાર, આથી બીમારી સામે લડવા અને સંક્રમણ પર અસર કરવાની ક્ષમતા છે.

વૈજ્ઞાનિકોએ કોરોનાથી સંક્રમિત 64 લોકો પર શોધ કરી. જેમાથી 32 લોકોને દરરોજ 12 વખત મીઠાના પાણીના કોગળા કરવાની સલાહ આપવામાં આવી. અન્ય લોકોને સામાન્ય રીતે સારવાર કરવામાં આવી. વૈજ્ઞાનિકોએ જાણ્યુ કે જે લોકો કોગળા કરી રહ્યા હતા તે અન્ય લોકોની અપેક્ષાએ ખુબ જ જલ્દી સ્વસ્થ થઇ ગયા.

લગભગ અઢી દિવસ પહેલા તેમનામાંથી સંક્રમણ સંપૂર્ણ રીતે ખતમ થઇ ગયુ. કેટલાક દિવસ પહેલા એક અન્ય અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો હતો કે માત્ર 30 સેકન્ડ સુધી કોગળા કરવાથી કોરોના વાયરસનો ખતરો ખુબ જ ઓછો થઇ જાય છે.

આ વીડિયો પણ જુઓ: દમણ- વતન જવાની માગ સાથે હોબાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન