ગાયત્રી મંત્રના આ રહસ્યો વિશે આજ સુધી નહીં જાણ્યું હોય તમે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ગાયત્રી મંત્રના આ રહસ્યો વિશે આજ સુધી નહીં જાણ્યું હોય તમે

ગાયત્રી મંત્રના આ રહસ્યો વિશે આજ સુધી નહીં જાણ્યું હોય તમે

 | 4:20 pm IST

મંત્ર જાપ એવો ઉપાય છે જેનાથી કોઈપણ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે. મંત્રોની શક્તિ પાસે નિષ્ણાંતો પણ નકમસ્તક રહે છે. તમને ઈચ્છિત ફળ પણ મંત્ર જાપ આપી શકે છે. આવા અનેક મંત્રોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળી આવે છે. આવા જ વર્ણિત મંત્રોમાંથી એક છે ગાયત્રી મંત્ર. તેને સૌથી શક્તિશાળી અને સચોટ મંત્ર કહેવાય છે. તેના જાપથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે. આ ગાયત્રી મંત્રના કેટલાક ચમત્કારી ઉપાયો પણ છે જેના વિશે ઓછા લોકોને જાણ છે.

ગાયત્રી મંત્રના જાપથી બ્રમ્હજ્ઞાનની પ્રાપ્તિ પણ શક્ય છે. આ એક મંત્ર એવો છે જેના નિયમિત જાપથી સાંસારિક તેમજ ભૌતિક સુવિધાઓનું સુખ પણ ભોગવી શકાય છે. પ્રાત:કાળ પૂજા બાદ મંત્ર જાપ કરવા ઉપરાંત તમે તેને બપોરના સમયે તેમજ સાંજના સમયે પણ કરી શકો છો. સૂર્યાસ્તના થોડા સમય પહેલાંથી જાપ કર્યા બાદ સૂર્યાસ્ત પછીના થોડા સમય સુધી મંત્ર જાપ કરવા જોઈએ. આ સમય પછી જો ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો મૌન રહીને મંત્ર જાપ કરવો. જ્યારે પણ માળા કરવા બેસો ત્યારે રૂદ્રાક્ષની માળાનો જ ઉપયોગ કરવો. તેનાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

ગાયત્રી મંત્રથી થાય છે આ લાભ
– ઉત્સાહ તેમજ સકારાત્મકતા
– ત્વચામાં ચમક આવે છે
– પરમાર્થમાં રૂચિ ઉત્પન્ન થાય છે
– આંખનું તેજ વધે છે
– ક્રોધમાંથી મુક્તિ મળે છે
– જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે

ઉપરાંત જે બાળકોની યાદશક્તિ સારી ન હોય તેઓ જો રોજ સવારે 108 વાર આ મંત્રનો જાપ કરે તો તેમને ચમત્કારી પરિણામ ગણતરીના જ દિવસોમાં જોવા મળશે. જો નોકરી કે વેપારમાં સફળતા ન મળતી હોય તો અથવા તો આવક કરતાં જાવક વધારે હોવાની સમસ્યા સતાવતી હોય તો શુક્રવારે પીળા રંગના કપડાં પહેરી ગાયત્રી માતાનું ધ્યાન ધરી ગાયત્રી મંત્રની શરૂઆતમાં અને અંતમાં શ્રી સંમ્પુટ લગાવીને 108 વાર મંત્ર જાપ કરવો. તેમજ રવિવારનું વ્રત કરવું. તેનાથી દરિદ્રતા દૂર થઈ જશે. શત્રુઓના કારણે સમસ્યા હોય તો રોજ ગાયત્રી મંત્રની આગળ અને પાછળ ‘ક્લીં’ બીજ મંત્રનો ત્રણવાર સમ્પૂટ લગાવીને 108 વાર મંત્ર જાપ કરવો.