Health Benefits Of green chana eating In Winter
  • Home
  • Featured
  • નથી ખાઇ રહ્યા તમે લીલા ચણા તો ખાસ વાંચો, છે તેના અઢળક ફાયદા

નથી ખાઇ રહ્યા તમે લીલા ચણા તો ખાસ વાંચો, છે તેના અઢળક ફાયદા

 | 12:19 pm IST

શિયાળાની ઋતુમાં આવનારા લીલા ચણા સ્વાદિષ્ટ હોય છે. જેનો ઉપયોગ શાક કે અનેક પ્રકારની વાનગીઓ તેમજ ચટણી બનાવવામાં કરવામાં આવે છે. તેને કાચા કે બાફીને તેમજ શેકીને ખાવાની મજા જ કઇક અલગ હોય છે. પરંતુ તમે તેના ફાયદા અંગે નહીં જાણતા હોવ. તો આવો જોઇએ લીલા ચણા ખાવાથી આપણા સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થઇ શકે છે.

– લીલા ચણા ફાઇબરથી ભરપૂર હોય છે જે તમારા પાચનને સારુ રાખે છે. સાથે જ વજન ઓછું કરવા માટે પણ તે મદદરૂપ હોય છે. તે બ્લડશુગરના યોગ્ય સ્તરને બનાવી રાખવા માટે લીલા ચણા ખૂબ ફાયદાકારક છે.

– વિટામીન ઇથી ભરપૂર હોવાના કારણે લીલા ચણા તમારી આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે સાથે જ તમારા વાળ અને ત્વચાની કરચલીઓ ઓછી કરવા તેમજ તમને જવાન રાખવામાં પણ મદદરૂપ થાય છે.

– તેમા રહેલા વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને આંખો તેમજ ત્વચાની સાથે-સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

– વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન કે, ફોલેટ, મેગ્નેશ્યિમ, જિંક, પેંટોથેનિક એસિડ અને મિનરલ્સ મળીને તમારા સ્વાસ્થ્ય અને સુંદરતાને ઘણા લાભ એક સાથે આપે છે જેથી તેનું સેવન કરવું જોઇએ.

– લીલા ચણા કાર્ડિયોવેસ્કુલર બીમારીમાં ફાયદાકારક હોય છે. સાથે તે તમમને વધારે ઉર્જા આપવાનું કામ કરે છે અને પેટ સંબંધી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.