જાણી લો તમે પણ ખજૂરનો ઉપયોગ અને તેની બનાવટો વિશે - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • જાણી લો તમે પણ ખજૂરનો ઉપયોગ અને તેની બનાવટો વિશે

જાણી લો તમે પણ ખજૂરનો ઉપયોગ અને તેની બનાવટો વિશે

 | 12:09 pm IST

ખજૂર એ દુનિયાનું પ્રાચીન ફળ છે. ઇરાકમાં આવેલ ઉર પાસે ભગવાન સૂર્યનું મંદિર તેની સાબિતી છે. આરબ દેશોમાં ખજૂર એ ત્યાંની પ્રજાનો મુખ્ય ખોરાક છે. ખજૂરના ઝાડને તેઓ આપણે જેમ ગાયને પૂજીએ છીએ તેમ પૂજે છે અને માન આપે છે. કારણકે જૂના સમયમાં (ખનિજ તેલની શોધ પહેલાં) તેમનું ગુજરાન માત્ર ખજૂરની પેદાશ પર જ આધારીત હતું.

ખજૂર, તાજી ખારેક અને સૂકી ખારેક એ એક જ ઝાડની પેદાશ છે. પરંતુ ફળની પરિપક્વ અવસ્થા અને રંગ પ્રમાણે તેના જુદા જુદા નામો છે. પૃથ્વી પરના કર્કવૃત્ત પર આવેલા વિવિધ દેશો ઈજીપ્ત, ઈરાન, સાઉદી અરેબિયા, ઈરાક, પાકિસ્તાન અલ્જિરીયા, સુદાન, ઓમાન, લીબીયા, ટયુનિશીયા, મોરોક્કો, ચાડ, યુ.એસ.એ., ઈઝરાયેલ, યુનાઈટેડ અરબ એમરેટર્સ, યમન વગેરે દેશોમાં આ પાકની ખેતી થાય છે. આમ, આઝાદી પૂર્વે આપણા દેશમાં ખારેકની ખેતી પંજાબમાં મોટા પાયે થતી હતી, પરંતુ તે વિસ્તાર પાકિસ્તાનમાં જતો રહેતા હવે ભારતમાં ખારેકની ખેતી માત્ર ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લા પૂરતી જ સીમિત રહેલી છે. તો જાણી લો તમે પણ ખજૂરના ઉપયોગ અને તેની બનાવટો વિશે…

ઉપયોગ અને બનાવટો

  • સૂકી ખારેક, ખજૂર, ખજૂરનો રસ (મધ) ખાવામાં વપરાય છે. કાચા ફળ (ખલાલ) ખાવામાં, અથાણામાં અને શાકભાજી તરીકે પણ વપરાય છે.
  • ખજૂર તેમજ સૂકી ખારેકનો ઉપયોગ પૌષ્ટીય આહાર, વાજીકરણ દવા તરીકે અને વિવિધ જાતના આઈસ્ક્રીમ બનાવવામાં પણ થાય છે. ખારેકના ખલાલ અવસ્થાનાં ફળો જે ઉતરતી ગુણવત્તાના હોય તો તેનો ઉપયોગ કુદરતી પીણાં, માવો, જામ, સિસ્ક વગેરે બનાવવામાં થઈ શકે.
  • ખારેકના નર ઝાડ તેમજ નકામા માદા ઝાડ તથા નર ઝાડોમાંથી નીરો કાઢવામાં આવે છે. આ એક પૌષ્ટિક પીણું છે. આ નીરામાંથી ગોળ બને છે.
  • ઝાડના પાંદડામાંથી સાવરણી, સીંદરી, સાદડીઓ, ખેતી ઉપયોગી સાધનો બનાવી નાના કારીગરો આ ધંધો કરી રોજી કમાય છે. છેવટે સૂકા પાંદડાઓના ઉપયોગ બળતણ તરીકે થાય છે.
  • દુષ્કાળના સમયમાં ઘાસની અછત પરિસ્થિતિમાં ખારેકના થડના વચ્ચેના ભાગનાં તેમજ લીલા પાંદડાનાં નાના ટૂકડા કરી ઢોરના ખોરાક તરીકે વપરાય છે. આ જ રીતે થડના ટોચનો કુમળો ભાગ મનુષ્યના ખાવામાં કામ લાગે છે.