NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • બધી ઔષધીઓમાં સર્વશ્રેષ્ઠ છે અળસી, જાણી લો તેના ફાયદા

બધી ઔષધીઓમાં સર્વશ્રેષ્ઠ છે અળસી, જાણી લો તેના ફાયદા

 | 11:46 am IST

અળસીનાં બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ કહે છે. એમાં ભરપૂર માત્રામાં સારી કક્ષાનાં સોલ્યુબલ ફાઇબર જોવા મળે છે એટલે એ પાચન માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત એ કોલેસ્ટરોલ ઘટાડવામાં, બ્લડ-પ્રેશર અને લોહીમાં શુગરનું પ્રમાણ જાળવી રાખવામાં પણ ઉપયોગી થાય છે.

તમને જણાવી દઇએ કે, જે બીજા શાકાહારી ખોરાકમાંથી સરળતાથી મળતું નથી એ ઓમેગા થ્રી ફેટી એસિડ પણ અળસીનાં બીમાંથી ભરપૂર માત્રામાં મળે છે જે હાર્ટની હેલ્થ વધારે છે. વળી એમાંથી ફાયટો ન્યુટ્રિયન્સ મળી આવે છે જેને કારણે સ્ત્રીઓનું માસિકચક્ર નિયમિત આવે છે.

આ ઉપરાંત અળસીનાં બીજ મેનોપોઝ દરમ્યાન સ્ત્રીઓના મૂડ-સ્વિન્ગ્સને રોકે છે અને એ દરમ્યાન થતા ઘૂંટણના દુખાવામાં ખૂબ કારગત નીવડે છે. આમ, શાકાહારીઓ કે જેઓ માછલી કે માછલીનું તેલ નથી ખાઈ શકતા તેઓ માટે અળસીનાં બીજ કે તેનું તેલ ખૂબ સારો વિકલ્પ છે. અળસીનાં બીજ શરીરના પ્રત્યેક કોષને પોષણ આપે છે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસી અનાજના વેપારી કે કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે.