NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7725 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • રોજ પીઓ દૂધ, અને મેળવો આ અધધધ…ફાયદાઓ

રોજ પીઓ દૂધ, અને મેળવો આ અધધધ…ફાયદાઓ

 | 2:44 pm IST

દૂધમાંથી મળતા વિટામિન્સ, પ્રોટીન્સ જેવા પોષકતત્વો અબાલ વૃદ્ધ સૌ કોઇ માટે મહત્વના અને જરૂરી છે. શરીર માટે જરૂરી કેટલાક તત્વો નોનવેજીટેરિયન ફૂડમાંથી મળે છે, પરંતુ સામાન્ય રીતે ગુજરાતી લોકો નોનવેજ નથી ખાતા. એ લોકો માટે દૂધનું સેવન શ્રેષ્ઠ વિકલ્પ છે. 500 ગ્રામ દૂધ 250 ગ્રામ માંસ અને ત્રણ ઇંડાં કરતાં વધુ શક્તિદાયક છે. દૂધ સમતોલ અને સંપૂર્ણ ખોરાક ગણાય છે. મહિલાઓને લગતી શારીરિક સમસ્યાઓમાં પણ દૂધ ઉત્તમ આહાર છે.

જો યોગ્ય સમયે અને નિયમાનુસાર દૂધનું સેવન કરવામાં આવે તો તેના અનેક ફાયદા છે. ઘણા લોકો એકલું દૂધ પીવું પસંદ નથી કરતા. તેઓ દૂધમાં કેળા, મધ વગેરે મિક્સ કરીને લઈ શકે છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી એ પ્રાકૃતિક એન્ટિબાયોટિક જેવું કામ કરે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે.

તમને જણાવી દઇએ કે, હળદરવાળું દૂધ એન્ટિવાયરલ ગુણ ધરાવતું હોવાથી એ શરદી અને ઉધરસ મટાડવા માટેનો ખૂબ સારો ઉપચાર છે. દુખાવામાં રાહત માટે હળદરવાળું દૂધ શ્રેષ્ઠ છે. એટલું જ નહીં એને નિયત માત્રામાં નિયમિત સેવનથી શરીર પર જામેલી વધારાની ચરબી પણ દૂર થઈ શકે છે. દૂધ અને હળદરમાં રહેલા કેલ્શિયમ, મિનરલ્સ તેમજ અન્ય પોષકતત્ત્વો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. દૂધમાં રહેલા કેલ્શિયમ અને હળદરમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટની હાજરીના કારણે હળદરવાળું દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે અને સાથે-સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.