જાયફળના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ, જાણો અને કરો ઉપયોગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાયફળના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ, જાણો અને કરો ઉપયોગ

જાયફળના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ, જાણો અને કરો ઉપયોગ

 | 12:29 pm IST

જાયફળ એક આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ છે. જાયફળ આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. પરંતુ બહુ ઓછા લોકો તેના ગુણો અને ફાયદા વિશે જાણતા હશે. જાયફળના દમદાર અને અસરકારક ફાયદા જાણશો તો ચોક્કસપણે તેનો ઉપયોગ કરતાં થઈ જશો.

  • જાયફળ પેટ માટે વિશેષ રૂપથી ફાયદાકારક છે. તે પેટમાં પાચક રસમાં વધારો કરે છે, જેનાથી ભૂખ લાગે છે અને વ્યક્તિ પેટ ભરીને જમી શકે છે. આ સાથે જાયફળ પેટ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે.
  • પેટનો દુખાવો, ઉબકા તથા અતીસારમાં જાયફળ શેકીને આપવાથી ફાયદો થાય છે.
  • પાતળા ઝાડા થતા હોય તો શેકેલા જાયફળ, સુંઠ, અને કડાછાલ દરેકનું 1/4 ચમચી ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ લેવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.
  • ઉંઘ આવતી ન હોય તો શેકેલા જાયફળનું ચૂર્ણ 1 ગ્રામ, જટામાસીનું ચૂર્ણ 1 ગ્રામ, અશ્વગંધાનું ચુર્ણ 3 ગ્રામ, ગંઠોડાનું ચુર્ણ 2 ગ્રામ અને સર્પગંધાનું ચુર્ણ 0.16 ગ્રામ મધ કે ઘીમાં ચાટવાથી સરસ ઉંઘ આવે છે.
  • જાયફળના ચૂર્ણને મધની સાથે ખાવાથી હૃદય સંબંધી તકલીફો દૂર થાય છે અને હ્યદય મજબૂત થાય છે.
  • માથાના ઉગ્ર દુખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં ઘસી ચોપડવાથી લાભ થાય છે.
  • પેટમાં ગેસ ભરાય, ઝાડા થાય ત્યારે લીંબુના રસમાં થોડું જાયફળ ઘસી, એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગેસ છુટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન