Benefits Of Onion For Health disease stone and stomach pain
  • Home
  • Featured
  • નહીં લાગે લૂ, આ રીતે કરો કાચી ડુંગળીનું સેવન અને થશે અન્ય બીમારીઓ દૂર

નહીં લાગે લૂ, આ રીતે કરો કાચી ડુંગળીનું સેવન અને થશે અન્ય બીમારીઓ દૂર

 | 6:32 pm IST

કાચી ડુંગળીનું સેવન સલાડ તરીકે કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. જેમા સલ્ફર, એમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે શરીરને કેટલીક બીમારીઓથી દૂર રાખે છે. જ્યારે ગરમીની ઋતુમાં તેનું સેવન કરવું ખૂબ લાભદાયી માનવામાં આવે છે. રોજ એક કાચી ડુંગળી ખાવાથી કેટલીક ગંભીર બીમારીઓને જડમૂળથી દૂર કરી શકાય છે.

કેન્સર

કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચવા માટે રોજ કાચી ડુંગળીનું સેવન કરો. જેમા રહેલા સલ્ફર શરીરમાંથી કેન્સરના સેલ્સ ખતમ કરવા માટે મદદરૂપ થાય છે. કાચી ડુંગળી કેન્સર માટે બેસ્ટ માનવામાં આવે છે.

લૂથી બચાવ

ગરમીની ઋતુમાં રોજ કાચી ડુંગળી ખાવાથી લૂ લાગવાનો ખતરો ઓછો રહે છે. એવામાં સલાડ તરીકે કે ચટણી તરીકે તમે તેનું સેવન કરી શકો છો.

પેટની સમસ્યા

આજકાલ લોકો પેટને લગતી સમસ્યાથી ખૂબ પરેશાન છે. કાચી ડુંગળી પેટ સંબધિત સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થઇ છે. ફાઇબરથી ભરપૂર ડુંગળી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે.

નસકોરી ફૂટવી

ગરમીની ઋતુમાં ખાસ કરીને નસકોરી ફૂટવાની સમસ્યા થાય છે. આવું ખાસ કરીને ગરમીના કારણે થાય છે. માટે રોજ એક કાચી ડુંગળી ખાવાથી નસકોરી ફૂટવાની સમસ્યાથી રાહત મળે છે.

કિડની સ્ટોન

ખરાબ ખાણીપીણી અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણથી ખાસ કરીને લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડાય છે. જેના માટે રોજ બે ચમચી ડુંગળીનો રસ પીઓ જોઇએ. જેનાથી કિડનીમાં પથરીની સમસ્યાથી હંમેશા માટે રાહત મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન