relationship benefits of orgasm you must have never known
  • Home
  • Featured
  • સેક્સ પછી મળતા ચરમસુખના છે ખુબજ ફાયદા, નહીં જાણતા હો તો જાણીલો

સેક્સ પછી મળતા ચરમસુખના છે ખુબજ ફાયદા, નહીં જાણતા હો તો જાણીલો

 | 12:22 pm IST

સેક્સ સાથે જોડાયેલી કેટલીક વાતોથી લોકો હેરાન થઈ જાય છે કેટલાક લોકો પાસે આ મુદ્દે કેટલાક સવાલ હોય છે. આજે આપણે સેક્સમાં ખૂબજ જરૂરી ઓર્ગેઝમ એટલેકે ચરમસુખની કેટલીક જાણીતી અજાણી વાતો અંગે જાણીશુ.

કેટલીક વાર સેક્સ કરવાની ખુબજ ઇચ્છા થઈ જતી હોય છે ત્યારે કોઈ ખાસ કારણ પણ નથી હોતુ બસ એમજ મન થઈ જાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે સેક્સ દરમિયાન તમે જ્યારે ક્લાઈમેક્સ કે ચરમસુખની અનુભૂતિ કરો છો તેનો કેટલો ફાયદો થાય છે? તમે ભલે વિશ્વાસ ન કરો પણ જે સેક્સમાં ક્લાઈમેક્સ આવતો નથી તે સેક્સ કરવાનો કઈ ફાયદો નથી. જો સેક્સમાં ચરમસુખ ન મળે તો ધીરે ધીરે સેક્સ કરવાની ઈચ્છા જ ઓછી થવા લાગે છે.

ચરમસુખ મળતા તબીયતમાં સુધારો થાય છે ખુબજ ફાયદાઓ રહેલા છે.

સ્ટ્રેસથી મળશે છુટકારો
જો તમને ચરમસુખની અનુભૂતી થાય તે સમયે તમારા મગજમાં સેરોટોનિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. જેને ફીલ ગુડ હોર્મન પણ કહેવામાં આવે છે. જેની તમારા શરીર પર સકારાત્મક અસર પડે છે. એક સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે આ ઓર્ગેઝમ ફીલ થતા 2 અઠવાડિયા સુધી શરીરમાં સ્ટ્રેસનું લેવલ ઓછુ થાય છે.

હાર્ટ એટેકનો ખતરો ટળે છે
જ્યારે તમે ઓર્ગેઝમને ફીલ કરો છો એ જ સમયે તમારા લોહીમાં અનેક હોર્મોન્સ ભળે છે જે દીલથી જોડેલી બીમારીને ખાસ કરીને હાર્ટએટેકના ખતરાને ઓછો કરી નાખે છે. ખાસ કરીને એવી મહિલાઓ જે ઓર્ગેઝમ ફીલ કરે છે તેને હાર્ટની બીમારી ઓછી થાય છે.

સારી ઉંઘ આવે છે
ઓર્ગેઝમ પછી તમારા શરીરમાં ઓક્સિટોસિન અને સેરોટોનિન જેવા હોર્મોન્સ રીલીઝ કરે છે જેનાથી તમને સારી ઉંઘ આવે છે આજ કારણ છે કે સેક્સ કર્યા પછી તમને સારી ઉંઘ આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન