સિંગદાણા ખાવાથી હેલ્થને નુકસાન નહિં, પણ થાય છે આ મોટો ફાયદો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • સિંગદાણા ખાવાથી હેલ્થને નુકસાન નહિં, પણ થાય છે આ મોટો ફાયદો

સિંગદાણા ખાવાથી હેલ્થને નુકસાન નહિં, પણ થાય છે આ મોટો ફાયદો

 | 1:29 pm IST
  • Share

રકતવાહિનીઓને સ્વસ્થ રાખવા માટે ઊંચી જાતના અને મોંઘા ડ્રાયફ્રૂટસ જ ખાવા જરૂરી નથી, રોજ સિંગદાણા ખાશો તો પણ ચાલશે. આમ તો સિંગદાણા વિશે ઘણી ખોટી માન્યતાઓ છે કે, એનાથી એલર્જી થાય, પચવામાં ભારે પડે, વાયુ થાય, પરંતુ તમને જણાવી દઇએ કે સિંગદાણા ખાવાથી નુકસાન નહિં પણ હેલ્થને અનેક ફાયદાઓ થાય છે, તો જાણી લો તમે પણ…

અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે, હાર્ટ-એટેક અને સ્ટ્રોકથી બચવું હોય તો સિંગદાણા ખાવા જોઇએ. સિંગદાણા ખાવાથી રકતવાહિનીઓ ખુલ્લી અને ફલેક્સિબલ રહે છે. લગભગ 85 ગ્રામ સિંગદાણા ભોજનની સાથે લેવાથી લોહીમાં રહેલી હાનિકારક ફેટ ઘટે છે. આ અભ્યાસમાં સિંગદાણાને ક્રશ કરીને ખાવાથી વધુ ફાયદો થતો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, રકતવાહિનીઓમાં ચરબી અને કોલેસ્ટરોલ જમા થવાને કારણે એથેરોસ્કલેરોસિસની સમસ્યા થાય છે, જેનાથી નળીઓમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે જે કારણોસર લોહીને પૂરા શરીરમાં પહોંચાડવા માટે હૃદયને વધુ પમ્પિંગ કરવું પડે છે. આ વિશે સંશોધકોએ વધુમાં જણાવ્યું હતુ કે, 85 ગ્રામ સિંગદાણા ખાવામાં આવે તો એનાથી થોડાક સમય માટે ટ્રાઇગ્લિસેરોઇડ્સ પ્રકારની ખરાબ ફેટ વધે છે, પણ ત્યારબાદ એક્સરસાઇઝ કરવામાં આવે તો એ નીકળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન