Benefits OF Sesame oil For Skin glow and Stain
  • Home
  • Fashion & Beauty
  • સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે, આ રીતે કરો તલના તેલનો ઉપયોગ

સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે, આ રીતે કરો તલના તેલનો ઉપયોગ

 | 5:35 pm IST

તલનું તેલ સામાન્ય રીતે આપણે રસોઈમાં વાપરતાં હોઈએ છીએ. તે પણ શિયાળામાં તો તલનું તેલ બહું જ ઉપયોગી છે. તો તલનું તેલ સુંદરતા માટે પણ બેસ્ટ માનાવમાં આવે છે તો આવો જોઇએ તલનું તેલ સુંદરતા વધારવા માટે કેવી રીતે ઉપયોગી છે.

મોઇસ્ચુરાઇઝર

તલના તેલમાં ત્વચા માટે જરૂરી છે એવાં કેટલાંક ફેટી એસિડ રહેલાં છે. જે ત્વચા માટે એક સારું મોઇસ્ચુરાઇઝર બનાવે છે. આ સીઝનમાં ચહેરા પર તેમજ હાથ અને પગ પર તલનું તેલ લગાવવામાં આવે તો ત્વચા ફાટતી નથી અને મુલાયમ રહે છે. કોણી અને ઘુંટણનો ભાગ ડ્રાય થઈ ગયો હોય તો આઠથી દસ ટીપાં જેટલું તલનું તેલ સ્નાન કરવાના પાણીમાં પણ ઉમેરી શકાય.

સનસક્રીન

જો સનસ્ક્રીન લગાવવું પસંદ ન હોય અથવા તેમાં રહેલા કેમિકલને લીધે એ લગાવવાનું ટાળતા હોવ તો શરીર પર તલનું તેલ લગાવો. તલનું તેલ ત્વચાને સૂર્યના તાપથી કાળી પડતી અટકાવે છે.

ત્વચા પર ડાઘ

કંઈ વાગ્યું હોય કે ત્વચામાં કાપો પડી ગયો હોય ત્યારે તેના પર તલનું તેલ લગાવવાથી રાહત મળે છે. તલના તેલમાં એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટીઓ રહેલી છે તેમજ તે બળતરામાં પણ ઠંડક આપે છે. તલનું તેલ સોરયાસિસ અને એક્ઝિમા જેવા ત્વચાના રોગોથી પણ રાહત આપે છે.

બ્લડ-સક્યુર્લેશનમાં વધારો

ત્વચાને અંદરથી મુલાયમ અને ચમકીલી બનાવવા માટે તેમજ હેલ્ધી બનાવવી જરૂરી છે. રોજિંદા ડાયેટમાં તલનું તેલ ઉમેરવાથી બ્લડ-સર્કયુલેશનમાં વધારો થાય છે અને ત્વચાના નુકશાન થયેલ કોષોનું સમારકામ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન